ગુજરાત કૉન્ગ્રેસના નેતાઓ પણ દૂર ભાગે છે લોકસભાના ઉમેદવાર બનવાથી

24 March, 2024 10:51 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રોહન ગુપ્તાએ ગયા મંગળવારે પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને ઉમેદવાર તરીકે હટી ગયા હતા અને શુક્રવારે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં BJPના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે તો આ  પહેલાં કૉન્ગ્રેસે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાને જાહેર કર્યા હતા, પરંતુ રોહન ગુપ્તાએ ગયા મંગળવારે પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને ઉમેદવાર તરીકે હટી ગયા હતા અને શુક્રવારે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.

ચૂંટણી લડવા માટે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ પડાપડી કરતા હોય છે અને ટિકિટ મેળવવા માટે ધમપછાડા કરતા હોય છે, પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કૉન્ગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે કેટલાક નેતાઓએ નામ જાહેર થાય એ પહેલાં જ ચૂંટણીમાં ઉમેદવારી કરવાથી પોતાની જાતને દૂર કરી રહ્યા છે. જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના કેટલાક નેતાઓએ એક યા બીજાં કારણોસર ચૂંટણી લડવાની ના પાડી છે. જોકે એવું કહેવાઈ રહ્યું છે કે ગુજરાતમાં BJP છેલ્લા બે ટર્મથી લોકસભાની તમામ છવ્વીસે છવ્વીસ બેઠકો જીતી હોવાથી આ વખતે પણ જીતી જાય તો હારનો સામનો કરવો પડે એ ડરથી કદાચ આ નેતાઓએ ચૂંટણી લડવાથી દૂર રહેવાનું મુનાસિબ માન્યું હોવાનું રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. 

Lok Sabha Election 2024 Lok Sabha congress gujarat gujarat news