15 October, 2025 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં આવેલી સિટી સિવિલ કોર્ટ
અમદાવાદમાં આવેલી સિટી સિવિલ કોર્ટમાં ચાલેલા એક કેસમાં ફરિયાદીની અપીલ કાઢી નાખતાં નારાજ થયેલા ફરિયાદીએ ગઈ કાલે જજ પર જૂતું ફેંકતાં હોબાળો મચી ગયો હતો. જોકે જજે ઉદાર વલણ અપનાવીને જૂતું ફેંકનારને જવા દીધો હતો.
કારંજ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી. એચ. ભાટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ગઈ કાલે બપોરે આ ઘટના બની હતી જેમાં જજસાહેબે ફરિયાદી સામે કોઈ કાર્યવાહી કરવાની ના પાડી હતી અને તેને જવા દીધો હતો.
આ ઘટનાને લઈને ગુજરાત જુડિશ્યલ સર્વિસ અસોસિએશન, અમદાવાદે ગઈ કાલે એક ઠરાવ કરીને સુપ્રીમ કોર્ટ અને અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં બનેલી ઘટનાની નિંદા કરી હતી અને આવાં કૃત્યોને ન્યાયતંત્રની સ્વતંત્રતા, ગરિમા, સુરક્ષા અને કામગીરી પર સીધો હુમલો ગણાવ્યો હતો.