Mayabhai Ahir Health: ‘આઈ એમ વેરી વેરી સૉરી’ કહી ડાયરો છોડ્યો, હવે હોસ્પિટલથી માયાભાઈ બોલ્યા ‘જય સિયારામ...`

11 February, 2025 02:56 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Mayabhai Ahir Health: મહેસાણામાં સોમવારે લોકગાયક માયાભાઈ આહીર પોતાના સાથી કલાકારોની સાથે હાજર રહ્યા હતા. જ્યાં તેમની તબિયત બગડી હતી.

લોકકલાકાર માયાભાઈ આહીરની ફાઇલ તસવીર

ગુજરાત તેમ જ વિશ્વ ભરમાં પોતાના આગવા સૂર સાથે જેમણે નામ રોશન કર્યું છે એવા લોકકલાકાર માયાભાઈ આહીરની આચનક તબિયત (Mayabhai Ahir Health) લથડી હોવાના અહેવાલ મળ્યા હતા. મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં તેમનો ડાયરાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ ડાયરો શરૂ થાય તેની પહેલાં જ માયાભાઈ આહીરની તબિયત બગડવા લાગી હતી. 

ગઇકાલે એટલે કે સોમવારની રાત્રીએ ભવ્ય ડાયરાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં માયાભાઈ આહીર પહોંચ્યા તો હતા પણ તેમને મજા લાગતી નહોતી. 

Mayabhai Ahir Health: મહેસાણાના કડીમાં આવેલ ઝુલાસણ ગામે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિભાઈ ડૉક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળાના ભવ્ય લોકાર્પણ-ઉદ્ઘાટન પ્રસંગ નિમિત્તે અહીં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે માયાભાઈ આહીરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સોમવારે લોકગાયક માયાભાઈ આહીર પોતાના સાથી કલાકારોની સાથે ત્યાં હાજર રહ્યા હતા.  

તબિયત લથડતાં માયાભાઈએ શું કહ્યું?

લોકગયક માયાભાઈ આહીરે મંચ પર સ્થાન ગ્રહણ કરતાં જ સ્તુતિ ગાવાનો આગ્રહ રાખ્યો હતો. તબિયત (Mayabhai Ahir Health) સારી ન હોવા છતાં ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખી તેઓએ ડાયરો ચાલુ કરાવ્યો હતો.

તેમનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં તેઓ બોલી રહ્યા છે કે જિંદગીમાં પહેલીવાર આ રીતે મારી તબિયત બગડી છે. મારો કોઈ એવો ઇરાદો નથી કે હું અહીંથી ઘરે નીકળી શકું. પણ, આપ બધાને, દાતાઓને, વડીલોને પ્રણામ કરું છું. બધા ખૂબ મોજ કરજો. તમામ વડીલોની હું માફી માગું છું. આઈ એમ વેરી વેરી સૉરી. 

માયાભાઈએ હોસ્પિટલમાંથી આપ્યો સંદેશો

તેમની તબિયત (Mayabhai Ahir Health) સારી ન હોવાની જાણ થતાં જ તેઓને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અત્યારે તેઓનો એક બીજો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ હોસ્પિટલનાં બેડ પર જોઈ શકાય છે. ત્યારે તેઓને કહેવામાં આવ્યું કે ચાહકોને તમારો સંદેશ આપો ત્યારે તેઓ કહી રહ્યા છે કે `જય સિયારામ. આપણે એકદમ રેડી છીએ. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.` (Mayabhai Ahir Health) હવે તેમના ચાહકોનો જીવમાં જીવ આવ્યો છે. સૌને રાહત થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે માયાભાઈની તબિયત સ્થિર છે. ગઈકાલે બપોરથી તેમની તબિયતમાં મજા નહોતી. અત્યારે ડોક્ટર્સ દ્વારા માયાભાઈને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

તાજેતરમાં જ માયાભાઈ આહીરના નાના પુત્ર જયરાજનાં લગ્ન ઉજવવામાં આવ્યા હતા. ભવ્ય અને પરંપરાગત રીત-રિવાજથી આ લગ્નનાં પણ સોશિયલ મીડિયામભરપુર વખાણ થઈ રહ્યા છે. હેલિકોપ્ટરમાં જાન લઈ જવામાં આવી હતી ત્યારે તો આખા ગામ માટે તે નવાઈની વાત રહી હતી.

gujarat news gujarat ahmedabad health tips gujarati community news