કચ્છમાં ભૂકંપના હળવા આંચકા, કોઈ જાનહાનિ નહીં

19 July, 2021 01:14 PM IST  |  Ahmedabad | Agency

ગાંધીનગરસ્થિત સિસ્મોલૉજિકલ રિસર્ચ સેન્ટરના અધિકારીએ જણાવ્યા અનુસાર બપોરે ૧૨.૪૩ વાગ્યાના સુમારે કચ્છ જિલ્લાના ભચાઉથી ૧૯ કિલોમીટર નોર્થ-નોર્થ ઈસ્ટમાં જમીનના ૧૪.૨ કિલોમીટરના ઊંડાણમાં ભૂકંપનું કેન્દ્રબિન્દુ હતું.

પ્રતીકાત્મક તસવીર

કચ્છ જિલ્લામાં ગઈ કાલે ૩.૯ની તીવ્રતાએ ધરતીકંપના આંચકા અનુભવાયા હોવાનું જણાવતાં અધિકારીઓએ ઉમેર્યું હતું કે આ ઘટનામાં મિલકતને કોઈ પણ પ્રકારનું નુકસાન કે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ગાંધીનગરસ્થિત સિસ્મોલૉજિકલ રિસર્ચ સેન્ટરના અધિકારીએ જણાવ્યા અનુસાર બપોરે ૧૨.૪૩ વાગ્યાના સુમારે કચ્છ જિલ્લાના ભચાઉથી ૧૯ કિલોમીટર નોર્થ-નોર્થ ઈસ્ટમાં જમીનના ૧૪.૨ કિલોમીટરના ઊંડાણમાં ભૂકંપનું કેન્દ્રબિન્દુ હતું. ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર નોર્થ-નોર્થ ઈસ્ટમાં શનિવારે બપોરે ૧૨.૦૨ વાગ્યે ૧.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યાે હતો. 

kutch gujarat ahmedabad