ભારત જે પણ કરવાનો સંકલ્પ કરે છે એને પૂરો કરીને બતાવે છે

05 July, 2026 09:04 AM IST  |  Sanand | Gujarati Mid-day Correspondent

એમ કહીને નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી: ચિપનું કમર્શિયલ પ્રોડક્શન શરૂ, વર્ષે ૨૦ કરોડ ચિપ્સ બનશે

ગઈ કાલે સાણંદમાં સેમી-કન્ડક્ટર પ્લાન્ટના મૉડલને નિહાળી રહેલા નરેન્દ્ર મોદી.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગુજરાતના સાણંદમાં સી.જી. સેમી-આઉટસૉર્સ્ડ સેમી-કન્ડક્ટર ઍસેમ્બલી અૅન્ડ ટેસ્ટ (OSAT) ફૅસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના મુખ્ય  નેતાઓની ઉપસ્થિતિમાં ૭૬૦૦ કરોડ રૂપિયાના અત્યાધુનિક સી.જી. સેમીકૉનના કમર્શિયલ ઉત્પાદનના પ્લાન્ટનો શુભારંભ કરાવીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આજનો આ કાર્યક્રમ એ વાતનું પ્રમાણ છે કે ભારત જે પણ કરવાનો સંકલ્પ કરે છે અેને પૂર્ણ કરીને બતાવે છે. પાંચ વર્ષ પહેલાં ભારતે સંકલ્પ લીધો હતો કે દેશને સેમી-કન્ડક્ટરનું હબ બનાવીશું. અમે ડિઝાઇન ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના મંત્રને લઈને આગળ વધ્યા અને આજે દેશના ત્રીજા સેમી-કન્ડક્ટર પ્લાન્ટમાં પણ ચિપ પૅકેજિંગનું કમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ રહ્યું છે. ભારતમાં સેમી-કન્ડક્ટર ઉદ્યોગનો વિસ્તાર અચાનક નથી થયો. અેની પાછળ એક દશકમાં ભારતમાં આવેલી ઇલેકટ્રૉનિક ક્રાન્તિનો નેક્સ્ટ સ્ટૅપ છે. પહેલા પ્રોડક્ટ, પછી કમ્પૉનન્ટ્સ અને હવે સેમી-કન્ડક્ટર, આ મેક ઇન ઇન્ડિયાનો નિર્ણાયક અગામી તબક્કો છે.’ નરેન્દ્ર મોદીએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને યુવા વ્યાવસાયિકો સાથે સંવાદ કર્યો હતો.

gujarat news gujarat technology news tech news narendra modi indian government