યુપીની જેમ ગુજરાતમાં પણ મોરચો સંભાળશે નરેન્દ્ર મોદી

16 April, 2022 10:08 AM IST  |  Bhuj | Agency

વડા પ્રધાને ભુજમાં ૨૦૦ બેડની કે. કે. પટેલ મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દેશને સમર્પિત કરી હતી, તેઓ દર મહિને આ રાજ્યની મુલાકાત લેશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજમાં કે. કે. પટેલ મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દેશને સમર્પિત કરી હતી.

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના અનેક મહિનાઓ પહેલાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારનું સુકાન સંભાળી લીધું હતું. પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન હોય કે અલીગઢમાં યુનિવર્સિટીનો શિલાન્યાસ, અનેક આયોજનોમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે તેઓ ગુજરાતમાં પણ એમ જ કરતા જોવા મળશે. 
ગુજરાતમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે અને બીજેપીએ એક રીતે પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે.
વડા પ્રધાને ગઈ કાલે ગુજરાતમાં ભુજમાં ૨૦૦ બેડની કે. કે. પટેલ મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દેશને સમર્પિત કરી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કૉલેજ સ્થાપવાની કેન્દ્ર સરકારની નીતિના કારણે દેશને આવતાં દસ વર્ષમાં રેકૉર્ડ સંખ્યામાં ડૉક્ટર્સ મળશે.  
હવે પછી વડા પ્રધાન હનુમાન જયંતીના પ્રસંગે આજે ગુજરાતના મોરબીમાં કેશવાનંદ આશ્રમ ખાતે એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજર રહેશે.     
પીએમ મોદી ૧૮ એપ્રિલથી ત્રણ દિવસની વિઝિટ પર ગુજરાતમાં જશે. આ પહેલાં તેઓ માર્ચમાં પણ ગુજરાતમાં ગયા હતા. હવે પછી તેમની આ રાજ્યની મુલાકાત એ બીજેપી માટે એક રીતે પ્રચાર અભિયાનની શરૂઆત રહેશે. આ તબક્કામાં તેઓ આદિવાસીઓની વસ્તીવાળા દાહોદ તેમ જ બનાસકાંઠામાં પણ જશે. એ સિવાય તેઓ જામનગરમાં આયુર્વેદિક સેન્ટરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ હાજર રહેશે. ૨૦ એપ્રિલે પીએમ દાહોદમાં એક વિશાળ રૅલીને સંબોધશે. બીજેપીના નેતાઓનું કહેવું છે કે આગામી થોડા મહિના સુધી પીએમ દર મહિને ગુજરાતમાં જઈ શકે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે વિદેશમાં રહેતો એક કચ્છી પરિવાર ઓછામાં ઓછા પાંચ વિદેશીઓને કચ્છનું રણ જોવા પ્રોત્સાહિત કરે.

 વિદેશમાં રહેતો એક કચ્છી પરિવાર ઓછામાં ઓછા પાંચ વિદેશીઓને કચ્છનું રણ જોવા પ્રોત્સાહિત કરે.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી

gujarat politics gujarat elections gujarat news gujarat narendra modi bhuj