વાપીમાં NCBના દરોડા, 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

04 August, 2021 04:49 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વલસાડના વાપીમાં એનસીબીએ દરોડા પડી બે આરોપીને 4.5 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

રાજ્યવા વલસાડ જિલ્લાના વાપીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ ઓપરેશન આશરે 20 કલાક ચાલ્યું હતું. વાપી ખાતેથી 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ 85 લાખ રોકડ રકમ પણ મળી આવી છે.  ગુજરાતમાં સૌ પ્રથમ વખત આટલી મોટી માત્રામાં MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 

એનસીબીએ બે માસ્ટર માઈન્ડ પ્રકાશ પટેલ અને સોનું નિવાસની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે પ્રકાશ ડ્રગ્સ બનાવતો હતો અને સોનું રામ માર્કેટિંગ કરતો હતો. નોંધનીય છે કે, લોકલ માર્કેટમાં આ MD ડ્રગ્સની કિંમત ખૂબ વધારે છે. આ કેસ બાદ MD ડ્રગ્સની આખી લાઈન પકડાઈ શકે છે.


વાપીના એ ગોડાઉનમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. પ્રકાશે ડ્રગ્સ બનાવતો હતો જ્યારે સોનુ રામ જે મુળ હરિયાણાનો છે તે તેનું માર્કેટિંગ કરવામાં મદદ કરતો હતો. વાપીમાં ડ્રગ્સ બનાવી અન્ય જગ્યાએ ગુજરાતમાં તેમજ રાજ્ય બહાર વહેંચવામાં આવતુ હતું. આ અગાઉ સુરત પલસાણાના સાકી ગામેથી સવા કરોડ જેટલા કિંમતનો ગાંજો પકડાયો હતો. અહીં આવેલા શ્રી રેસિડન્સીના બીજા માળે આવેલા ફ્લેટ નંબર 204 માંથી 1142 કિલો ગાંજો મળી આવ્યો હતો.

એનસીબે કહ્યું કે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ અનેક મોટા ખુલાસા થઈ શકે છે. 

gujarat Crime News