ન્યુઝ શોર્ટમાં: સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે પહેલી વાર નૅશનલ કક્ષાની સાઇક્લોથૉન યોજાઈ

18 November, 2025 10:45 AM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

દેશનાં ૨૧ રાજ્યોમાંથી ૧૬૦ કરતાં વધુ સાઇક્લિસ્ટો જોડાયા હતા જેમાં ૧૨૧ પુરુષ અને ૩૯ મહિલા સાઇક્લિસ્ટોએ ભાગ લીધો હતો

સાઇક્લિંગ ઇવેન્ટ

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ધ યુનિટી ટ્રેઇલ નામની બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાઇક્લિંગ ઇવેન્ટ યોજાઈ હતી. દેશનાં ૨૧ રાજ્યોમાંથી ૧૬૦ કરતાં વધુ સાઇક્લિસ્ટો જોડાયા હતા જેમાં ૧૨૧ પુરુષ અને ૩૯ મહિલા સાઇક્લિસ્ટોએ ભાગ લીધો હતો. સ્ટૅચ્યુ ઑફ યુનિટી પ્રવાસન વિસ્તાર વિકાસ સત્તામંડળ હસ્તકના ૨૦ કિલોમીટરના સર્ક્યુલર રૂટને નક્કી કરાયો હતો જેમાં મહિલા સ્પર્ધકોએ ૩ રાઉન્ડ અને પુરુષ સ્પર્ધકોએ પાંચ રાઉન્ડ લગાવી સ્પર્ધા પૂરી કરી હતી.

સરદાર પટેલની યાદમાં સ્ટુડન્ટ્સ, ટીચર્સ, કલાકારો અને પ્રજાના પ્રતિનિધિઓ ચાલ્યા

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે ગઈ કાલે અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર-ઠેર યુનિટી-માર્ચ યોજાઈ હતી. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરદાર@૧૫૦ યુનિટી-માર્ચ પદયાત્રાને ફ્લૅગ-ઑફ આપીને પ્રસ્થાન કરાવીને પોતે પણ માર્ચમાં જોડાયા હતા. અમદાવાદ ઉપરાંત સુરત, વાઘોડિયા, અમરેલી, ભાવનગર, પાલિતાણા, આહવા, કેશોદ સહિત અનેક સ્થળોએ યુનિટી-માર્ચ યોજાઈ હતી. ભાવગરમાં યોજાયેલી યુનિટી-માર્ચમાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના કલાકારો જોડાયા હતા.

ઇટલીનું મ્યુઝિયમ, મહેલો અને આર્ટ-ગૅલરીઓ માટે જાણીતું શહેર ડૂબ્યું

બ્રિટનમાં ટાઇફૂન ક્લૉડિયાને કારણે ભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. એની અસરો છેક ઇટલી સુધી પહોંચી છે. ઇટલીમાં મહેલો, મ્યુઝિયમો અને આર્ટ ગૅલરીઓ માટે જાણીતું ઉડીને નામનું શહેર ભારે વરસાદને કારણે તળાવમાં તબદીલ થઈ ગયું હતું.

gujarat news gujarat ahmedabad statue of unity environment