ગુજરાતમાં નવા મંત્રીમંડળની શપથવિધિની તારીખ જાહેર, આ ધારાસભ્યોના નામ ચર્ચામાં

14 September, 2021 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગઇકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ રાત્રે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે અચાનક જ બેઠક પણ કરી હોવાનું અહેવાલો સૂચવે છે.

ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ તેમના નવા મંત્રીમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાવાની છે. મીડિયા અહેવાલો મુજબ આ વખતે મંત્રીમંડળમાં નવા લોકોને તક આપવામાં આવે તેવી વકી છે. ગઇકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ રાત્રે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે અચાનક જ બેઠક પણ કરી હોવાનું અહેવાલો સૂચવે છે.

દરમિયાન ટૂંક સમયમાં નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓનાં નામની જાહેરાત થશે તેવી શક્યતાઓ છે. બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે ઉત્તરપ્રદેશથી ગુજરાત આવી રહ્યા છે. આ વખતે મંત્રીમંડળમાં યુવાન ધારાસભ્યોને તક આપવામાં આવે તેવી વાતો પણ રાજકીય વર્તુળોમાં શરૂ થઈ છે. ઉપરાંત કેન્દ્રના નવા મંત્રીમંડળની જેમ ગુજરાતમાં પણ મહિલા ધારાસભ્યોને પણ આગળ કરવામાં આવશે.

મંત્રીમંડળમાં પ્રદીપસિંહ જાડેજા, અમરેલીના જે. વી. કાકડિયા, સૌરાષ્ટ્રના વિનોદ મોરડિયા, આદિવાસી નેતા નિમિષા સુથાર, દુષ્યંત પટલ અને નીમા પટેલ જેવા ચહેરા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે આ તમામને કોઈક જવાબદારી સોંપવામાં આવશે. ગુજરાતમાં કયા મંત્રીની પદ જળવાશે અને કોને રિપ્લેસ કરાશે, હવે તે જોવું રહ્યું.

gujarat news gujarat politics bhupendra patel gujarat cm Gujarat BJP