15 April, 2026 10:37 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પૂ. ગુણવંતીબાઈ મ.સ
બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ. શૈલેશમુનિ મ.સા. અને પ્રવર્તિની પૂ. સવિતાબાઈ મ.સ.ના પરિવારનાં મધુરવક્તા પૂ. ગુણવંતીબાઈ મ.સ. ૮૪ વર્ષની વયે ૫૯ વર્ષના દીક્ષા-પર્યાય સહિત પૂ. રસીલાબાઈ મ.સ. આદિની વૈયાવચ્ચ પામતાં મંગળવારે, ૧૪ એપ્રિલે સાંજે ૫.૧૫ વાગ્યે સંથારા સહિત માણેક ગુરુ ધર્મસ્થાનક, દેવેન્દ્ર પાર્ક, અમદાવાદ ખાતે ઉપાધ્યાય પૂ. જયેશમુનિ મ.સા. તથા મહાસતીજી વૃંદની નિશ્રામાં અંતિમ નિર્યામણા સહિત કાળધર્મ પામ્યાં છે. બુધવારે, ૧૫ એપ્રિલે સવારે ૯.૩૦ વાગ્યે પાલખીયાત્રા નીકળશે.
બોટાદ-પાળિયાદ ગામે માતા કાંતાબહેન અને પિતા ચીમનલાલ પ્રેમચંદ ગોપાણીના ગૃહાંગણે જન્મેલાં ગુણવંતીબહેને આચાર્ય પૂ. નવીનચંદ્રજી મ.સા.ના હસ્તે પૂ. પારસમૈયાની નિશ્રામાં પૂ. ચંપાબાઈ મ.સ.ની સમીપે ૧૩-૦૩-૧૯૬૭ના રોજ દીક્ષા અંગીકાર કરી હતી. આમ્બિવલીમાં પૂ. શ્રી ધીરગુરુદેવે ગુણાંજલિમાં દીર્ઘ સંયમી મહાસતીજીના સંયમ જીવનની અનુમોદના કરી હતી.