✕

યાત્રાધામ સાળંગપુરમાં આજે હનુમાનજીના મંદિરમાં પાટોત્સવ

30 October, 2026 12:43 PM IST  |  Sarangpur | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે ૧૭૮મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર

ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે ૧૭૮મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવના આયોજન દરમ્યાન સંતો દ્વારા અભિષેક થશે તેમ જ મારુતિયજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવશે. આ ઉપરાંત મંદિરમાં અન્નકૂટ યોજાશે. આ પ્રસંગે સવારે ૫.૩૦ વાગ્યે મંગળા આરતી, ૭ વાગ્યે શણગાર આરતી, ૧૧ વાગ્યે અન્નકૂટ આરતી ઉતારવામાં આવશે. યજ્ઞની પૂર્ણાહુતિ બપોરે ૧૨ વાગ્યે થશે. આ પ્રસંગે હરિપ્રકાશદાસ સ્વામીની ચાલી રહેલી શ્રી હનુમાન ચરિત્ર કથાનો લહાવો પણ ધર્મિકજનોને મળશે. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનદાદાને ગઈ કાલે ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

gujarat news gujarat culture news sarangpur religious places