સુરતના હોમગાર્ડ્‍સ નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ૧.૭૫ લાખ સીડ-બૉલ બનાવીને વિક્રમ સરજ્યો

17 September, 2025 07:32 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

ગુલમહોર, આમળાં, આમલી, હરડે, અરીઠાં, સીતાફળ સહિતના બીજનો ઉપયોગ કરીને ૧૨૨૮ હોમગાર્ડ્‍સ જવાનોએ માત્ર એક કલાકમાં બનાવ્યા સીડ-બૉલ

આ સીડ-બૉલનું વાવેતર કરવામાં આવશે અને પર્યાવરણની જાળવણી કરાશે. 

નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે સુરત હોમગાર્ડ્સના જવાનોએ માત્ર એક કલાકમાં ૧.૭૫ લાખ સીડ-બૉલ બનાવીને વિક્રમ સરજ્યો છે.

નરેન્દ્ર મોદીના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત સુરત હોમગાર્ડ્‍સ અને બારડોલી જુનિયર ચેમ્બર ઇન્ટરનૅશનલના આ ઉપક્રમમાં સીડ-બૉલ બનાવવામાં ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થયા હતા. ગુલમહોર, આમળાં, આમલી, હરડે, અરીઠાં, વાંસ, સીતાફળ સહિતનાં વિવિધ પ્રકારનાં બીજનો ઉપયોગ કરીને સીડ-બૉલ બનાવવામાં આવ્યા હતા. આ સીડ-બૉલનું વાવેતર કરવામાં આવશે અને પર્યાવરણની જાળવણી કરાશે. 

gujarat news ahmedabad surat narendra modi happy birthday environment