પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરનારા વડગામના વિધાનસભ્ય ​જિજ્ઞેશ મેવાણી સામે પોલીસ-પરિવારોમાં આક્રોશ

25 November, 2025 07:44 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

થરાદ, પાલનપુર, પાટણ, મહેસાણા, ઇડર, ભુજ સહિતનાં સ્થળોએ રૅલી કાઢીને કર્યા દેખાવો અને મેવાણી માફી માગે એવી કરી માગણી

વાવ-થરાદ જિલ્લાના પોલીસ-અધીક્ષકની કચેરી આગળ જિજ્ઞેશ મેવાણીની વિરુદ્ધ પોલીસ-પરિવારની મહિલાઓએ દેખાવો કર્યા હતા.

ઉત્તર ગુજરાતના વડગામના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે પોલીસ-પરિવારોમાં આક્રોશ ફેલાયો છે. થોડા દિવસ પહેલાં જિજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી જેની સામે ગઈ કાલે થરાદ, પાલનપુર, પાટણ, મહેસાણા, ઇડર, ભુજ સહિતનાં સ્થળોએ પોલીસ-પરિવારના સભ્યોએ રૅલી કાઢીને, દેખાવો કરીને જિજ્ઞેશ મેવાણી માફી માગે એવી માગણી કરી હતી. 
કૉન્ગ્રેસના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીએ થોડા દિવસ પહેલાં દારૂના મુદ્દે થરાદ પોલીસ-સ્ટેશનની બહાર દેખાવો કર્યા હતા અને પોલીસનો નામોલ્લેખ કરીને એ મતલબની વાત કરી હતી કે પટ્ટા તમારા છે, તમારા ઊતરશે, અમારા નહીં.

થરાદમાં પોલીસ-પરિવારોએ ધરણાં કર્યાં હતાં.

જિજ્ઞેશ મેવાણીની આ વાતને લઈને પોલીસ-કર્મચારીઓ તેમ જ તેમના પરિવારોમાં રોષ ફેલાયો હતો. 

gujarat news gujarat sabarkantha congress political news