વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022ની તૈયારી શરૂ, મુખ્યપ્રધાન રોડ શૉ માટે પહોંચ્યા દિલ્હી   

25 November, 2021 01:24 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ્યમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022  માટે સરકાર તૈયારમાં લાગી ગઈ છે. આ 10મી વાઈબ્રન્ટ ગુજરાત  સમિટ છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

રાજ્યમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022  માટે સરકાર તૈયારમાં લાગી ગઈ છે. આ 10મી વાઈબ્રન્ટ ગુજરાત  સમિટ છે.ત્રણ દિવસ ગાંધીનગરમાં યોજાનાર આ વાઇબ્રન્ટ સમિટ ની તારીખ લગભગ 11થી 13 જાન્યુઆરી સુધી હશે. પરંતુ એ પહેલા 9મી જાન્યુઆરી એ ગુજરાત સરકાર દ્વારા પ્રિ વાયબ્રન્ટ સમીટ યોજાશે.   વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ને સફળ બનાવવા ગુજરાત સરકારે કવાયત શરૂ કરી દીધી છે, જેના માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે. 

આજે વાઈબ્રન્ટ ગુજરાતને લગતા MOU  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં  કરાયા છે. તો બીજી તરફ આ સપ્તાહથી જ વાઈબ્રન્ટ ગુજરાતનાં રોડ શો શરૂ થશે. દિલ્હી અને મુંબઈમાં થનારા રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાગ લેશે. 

આ ઉપરાંત 26 નવેમ્બરથી મંત્રીઓ અને અધિકારીઓના વિવિધ ડેલિગેશન અલગ અલગ દેશોના પ્રવાસે જશે. આ ડેલિગેશનમાં નામદારા બિઝનેસમેન અને બ્યુરો ક્રેટ્સ પણ ભાગ લેશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સિનિયર ઉપપ્રમુખ પથિક પટવારી તથા પ્રમુખ હેમંત શાહ પણ આ ડેલિગેશનનો હિસ્સો બનવાના છે. માં જોડાવાના છે. વાઇબ્રન્ટ સમિટ પહેલા વિવિધ દેશોમાં ગુજરાતનું ડેલિગેશન પહોંચશે તેવું તેમણે જણાવ્યું હતું. આ વિવિધ દેશોમાં યુએસ, નેધરલેન્ડ ફ્રાન્સ અને જર્મની અને રશિયા અને UAE નો સમાવેશ કરવામાં આવશે. 

એક એહવાલ પ્રમાણે આગામી સમયમાં મુખ્યમંત્રી પટેલ પોતે UAE જશે અને લગભગ 30 થી 35 જેટલા ઉદ્યોગકારો નું આ ડેલિગેશન બનશે. કુલ 7 જેટલા ડેલિગેશન થશે, જેમાં ગુજરાતના મંત્રી અધિકારી અને ઉદ્યોગકારની ટીમ લીડ કરશે.

નોંધનીય છે કે વર્ષ 2019 માં 15 દેશ એ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લીધો હતો. આ વર્ષે વધુ 10 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેથી આ વર્ષે કુલ 25 દેશ આ સમિટમાં ભાગ લે તેવા પ્રયાસો કરવામાં આવશે. 

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ માટે બેઠકનો દોર શરૂ કરી દીધો છે. જેને અનુસંધાને સીએમ આજે દિલ્હી પહોંચ્યા છે. ભૂપેન્દ્ર પટેલ આગામી વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓની સાથોસાથ કોવિડ મહામારી બાદ બેઠા થતા વૈશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણનાં નવીનતમ ક્ષેત્રો-ઊજળી સંભાવનાઓના સંદર્ભમાં વેપારી અને અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાં કરશે. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ રોડ શૉ પણ યોજશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  મારુતિ-સુઝુકી ઇંડિયા લિમિટેડના MD અને CEO કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે મારુતિ-સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે તેમણે મુખ્યમંત્રીને માહિતી આપી આ અંગે ચર્ચા કરી હતી. 

મારુતિ-સુઝુકી ઇંડિયા લિમિટેડના MD અને CEO કેનીચી આયકાવાએ ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારુતિ દ્વારા 16 હજાર કરોડના રોકાણની વાત પણ મુખ્યમંત્રીને કરી હતી. 

gujarat gujarat news bhupendra patel