ટેકનોલોજી, આરામ અને વૈભવનું અનોખું સંગમ: રાજહંસ પ્રેશિયાએ બદલ્યો સુરતમાં સિનેમા જોવાનો અનુભવ

22 December, 2025 08:28 PM IST  |  Surat | Bespoke Stories Studio

સુરતના મોજીલા લોકોને `પ્રેશિયા`, સિનેમાનો એક ઈનોવેટીવ રોમાંચક અનુભવ આપી રહ્યું છે, આ થિયેટર પહેલા ક્યારેય ન હોય તેવી આકર્ષક વિઝુઅલ ક્લેરિટી અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે, જે પ્રેક્ષકોને ખુબજ મોહિત કરે છે

પ્રેશિયા

સુરત (ગુજરાત) [ભારત], 22 ડિસેમ્બર: ભારતના સૌથી મોટા મલ્ટિપ્લેક્સ તથા 14 સ્ક્રીન અને 3000+ બેઠકો ધરાવતા, `પ્રેશિયા` એ તેના લોન્ચીંગ બાદ સંચાલનનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સિદ્ધિ, દર્શકોને પ્રીમિયમ સિનેમા અનુભવો પ્રદાન કરવાની તેની સફરમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.

વિતેલા એક વર્ષમાં, આ મલ્ટિપ્લેક્સ સુરતમાં એક મુખ્ય મનોરંજન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. તેણે મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષિત કર્યા છે અને તેમને ટેકનોલોજી, આરામ અને આતિથ્યના જોરદાર સંગમ સાથે સિનેમા જોવાનો રોમાંચક અનુભવને આપ્યો છે.

પ્રેશિયાના પ્રથમ વર્ષની ખાસ હાઇલાઇટ, સુરતમાં IMAX ફોર્મેટની રજૂઆત હતી. IMAX સ્ક્રીન વધુ સારી વિઝ્યુઅલ ક્લેરિટી અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે. આની સાથે જ, તેમાં ઇમર્સિવ, મલ્ટિડાયરેક્શનલ સાઉન્ડ પણ છે જે પ્રેક્ષકોનું મનોરંજન વધારે છે.

પ્રેશિયાએ મૂવી જોવાના એક કસ્ટમાઇઝ્ડ અનુભવ તરીકે પણ પ્રેક્ષકોને મોહિત કર્યા છે. લાંબા સમય સુધી જોવા માટે રજાઇવાળા સ્યુટ બેડથી લઈને પ્રાઇવેસી અને આરામ આપતા કપલ રિક્લાઈનર્સ સુધી, દરેક ઓડિટોરિયમને આરામ અને આનંદને પ્રાથમિકતા આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આવી રોમાંચ સાથેની વ્યવસ્થાએ `પ્રેશિયાની પ્રીમિયમ સિનેમેટિક લાઉન્જ તરીકે અલગ ઓળખ ઉભી કરે છે.

`પ્રેશિયા`ની આ ઉપલબ્ધિ અંગે રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “રાજહંસનું વિઝન હંમેશા વિશ્વના સૌથી શ્રેષ્ઠ મનોરંજન અનુભવોને ઘર આંગણે ઉપલબ્ધ કરાવવાનું રહ્યું છે. `પ્રેશિયા` સાથે, અમે સુરતમાં ફિલ્મો જોવાની રીત બદલી નાખી છે અને પ્રેક્ષકોને એક્સ્ટ્રાઓર્ડિનરી અનુભવ આપ્યો છે. અમારી માટે એ જોવું ખરેખર રોમાંચક છે કે, પ્રેશિયા એક વર્ષની અંદર શહેરના લેન્ડમાર્ક તરીકે ઉભર્યુ છે અને મનોરંજન, લેઝર અને આનંદ માટે એક પસંદગીનું સ્થળ બન્યું છે. અમે પ્રેક્ષકોને વર્લ્ડ-ક્લાસ મનોરંજન અનુભવો આપવા માટે પ્રતિબદ્ધ છીએ."

તેની મનમોહક ડિઝાઇન, સુલભતા અને પ્રીમિયમ આહલાદક અનુભવે, પ્રેશિયા મલ્ટિપ્લેક્સને પરિવારો, યુગલો અને સિનેમાના શોખીન લોકોમાં લોકપ્રિય બેસ્ટ ચોઈસ બનાવી છે.

રાજહંસ સિનેમાઝ દેશભરમાં તેની હાજરીનો વિસ્તાર કરી છે. હાલમાં સમગ્ર ભારતમાં તેની 160 થી વધુ સ્ક્રીનો કાર્યરત છે અને ચંદીગઢ, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, પુણે, કોલકાતા અને હૈદરાબાદ સહિતના શહેરોમાં 65+ સ્ક્રીનોનું ડેવલપમેન્ટ કાર્ય જારી છે.

surat gujarat news gujarat gujarati mid day exclusive