14 March, 2025 02:30 PM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Rajkot News: રાજકોટમાંથી ખૂબ જ ભયાવહ કહી શકાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 150 ફીટ રિંગ રોડ પર અસલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે અંધાધૂંધી અને ડરનો માહોલ સર્જાયો હતો. આ ભીષણ આગ લગવાને કારણે ભારે દોડધામ મચી હતી.
બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી હતી. જેમાં 30થી વધુ લોકો અંદર ફસાયેલા હતા. જ્યાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું તે ફ્લેટમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ત્રણ લોકોનાં મોત થયા છે.
રાજકોટ (Rajkot News)ની બિલ્ડિંગમાં લાગેલી આગના ધુમાડાઓ જોવા મળ્યા હતા. આ માહિતી મળતાં જ ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે દોડી આવી હતી. જેના પગલે લગભગ 50 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
આગ લાગવાની માહિતી મળતા જ ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી અને છઠ્ઠા માળે કે જ્યાં આગ લાગી હતી તેમાં ફસાયેલા લોકોને હાઇડ્રોલિક લિફ્ટ દ્વારા બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. અત્યારે ફાયર ટીમ સાથે એમ્બ્યુલન્સ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિનાં મોત થયું હોવાની માહિતી મળી રહી છે, જેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર (Rajkot News) આ આગ છઠ્ઠા માળે લગભગ સવારે ૧૦ વાગ્યાની આસપાસ લાગી હતી. જે ઝડપથી પાંચમા માળ સુધી પ્રસરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અગ્નિશામકોએ ઉપરના માળમાંથી રહેવાસીઓને બહાર કાઢવા માટે હાઇડ્રોલિક લિફ્ટ્સનો ઉપયોગ કર્યો હતો, જેનાથી ઘણા પરિવારોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ કામગીરી દરમિયાન બે અગ્નિશામકોને પણ ગંભીર ઇજાઓ થઈ હતી.
એટલાન્ટિસ બિલ્ડિંગના છઠ્ઠા માળે ભયાવહ આગ લાગવાની ઘટના (Rajkot News) બની છે. આ બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આગ બુઝાવવા માટે અનેક સેવાઓ ઘટનાસ્થળે દોડી ગઈ અને ફરજ બજાવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઝડપથી પહોંચ્યા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા. ઘટનાના એક વીડિયોમાં એમ્બ્યુલન્સ અને ફાયર ટ્રકો સ્થળ પર હાજર જોવા મળી રહ્યા છે.
રાજકોટ ક્રાઈમ ડી. સી. પી. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઘણા રહેવાસીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હોવા છતાં આગ લાગવાનું કારણ (Rajkot News) હજુ સુધી જાણી શકાયું નથી, તપાસ જારી છે. પ્રારંભિક અહેવાલ અનુસાર છઠ્ઠા માળના લોબીમાં નવીનીકરણના કામ દરમિયાન સંભવિત શોર્ટ સર્કિટ થયું હોવાથી આ આગ પ્રસરી હોઇ શકે.