Saputara Accident : ડાંગ પાસે 50થી વધારે યાત્રાળુઓથી ભરેલી બસ ખાબકી ખીણમાં, 5નાં મોત

02 February, 2025 09:48 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Saputara Accident: ચારધામની યાત્રા કરીને યાત્રાળુઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ પ્રાઇવેટ બસ ખીણમાં પડી ગઈ હતી. સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની

રોડ અકસ્માતની પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાંથી એક ભયાવહ અકસ્માત (Saputara Accident)ના સમાચાર મળી રહ્યા છે. ડાંગ જિલ્લામાં સાપુતારા ઘાટ પાસે ભીષણ બસ અકસ્માત થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાપુતારા માલેગાંવ ઘાટમાં એક પ્રાઈવેટ બસને આ અકસ્માત નડ્યો છે. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. કહેવાય છે કે ૫૦ જેટલા મુસાફરોને લઈ જઇ રહેલ આ બસ અચાનકથી ખીણમાં ખાબકી ગઈ હતી જેને લીધે આ ભીષણ દુર્ઘટના બની છે. 

ક્યાંથી આવી રહી હતી આ બસ?

પ્રાપ્ત અહેવાલો જણાવે છે કે ચારધામની યાત્રા કરીને યાત્રાળુઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ પ્રાઇવેટ બસ ખીણમાં પડી (Saputara Accident) ગઈ હતી. મધ્યપ્રદેશથી ગુજરાતના ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે કેટલાક યાત્રાળુઓ આવી રહ્યા હતા ત્યારે જ સાપુતારા પાસે આ અકસ્માત સર્જાયો છે. આ લક્ઝરી બસ સાપુતારાના માલેગામ ઘાટ આચનકથી ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરુષ એમ કુલ પાંચ મુસાફરના મૃત્યુ થયા છે. 

પાંચ મુસાફરો ઉપરાંત અન્ય અનેક મુસાફરોને ઈજાઓ પહોંચી છે. સ્થાનિક પોલીસ અને રાહત કામગીરીની ટીમો ઘટનાસ્થળે (Saputara Accident) પહોંચીને બચાવ કામગીરી કરી રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે અત્યાર સુધી પાંચ જેટલા મૃતદેહને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર માટે સરકારી સામગહાન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થઈ કે તરત જ પોલીસ અધિકારી સહિત એડિશનલ કલેક્ટર પણ ત્યાં આવી ગયા હતા અને સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી. અત્યારે ઘટના સ્થળે બચાવ અને રાહતકાર્ય ચાલી રહ્યું છે. આ ભીષણ અકસ્માત થયો છે તે બસમાં 50થી વધુ યાત્રાળુઓ સવાર હોવાની માહિતી મળી છે. અત્યારે તો તપાસ ચાલી રહી છે ત્યારબાદ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.

તમામ ઇજાગ્રસ્તોને (Saputara Accident) નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતનું સ્પષ્ટ કારણ હજી સુધી સામેઆવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને હમણાં જ નડ્યો હતો અકસ્માત

તાજેતરમાં જ ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને ચોટીલા-રાજકોટ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. તેઓ ગાંધીનગરથી જામનગર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને ચોટીલા નજીક અકસ્માત નડ્યો હતો. તેઓ જે કારમાં જઇ રહ્યા હતા તે કારની અન્ય ટ્રક સાથે ટક્કર થઈ હતી. કારનું નુકસાન થયું હતું. જોકે, આ સમગ્ર દુર્ઘટનામાં પટેલ મંત્રીને કોઈ જ ઇજા થઈ નહોતી. રાઘવજી પટેલના એક્સ હેન્ડલ મુજબ તેમણે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત કરી હતી. આ સાથે જ મગફળી ખરીદ કેન્દ્રમાં જઇ તેઓએ મગફળીના ભાવ અને ઉત્પાદનના જથ્થા વગેરેની સમીક્ષા પણ કરી હતી.

gujarat news ahmedabad road accident gujarat gujarat government char dham yatra