જામનગરમાં બન્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ

25 November, 2025 07:30 AM IST  |  Jamnagar | Gujarati Mid-day Correspondent

જામનગરમાં બનેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યો હતો

૭૫૦ મીટરની લંબાઈ ધરાવતા આ બ્રિજથી જામનગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે

જામનગરમાં બનેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યો હતો. ૨૨૬.૯૯ કરોડના ખર્ચે બનેલા ૩૭૫૦ મીટરની લંબાઈ ધરાવતા આ બ્રિજથી જામનગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે.  

સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીના ફોર-લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ૪ અપ્રોચ સહિત ૩૭૫૦ મીટર છે. બ્રિજનો એક રસ્તો જામનગર શહેરને જોડે છે, બીજો રસ્તો દ્વારકા તરફનો છે અને ત્રીજો રસ્તો રાજકોટ તરફનો છે. આ ફ્લાયઓવર બ્રિજના કારણે જામનગરના નાગરિકો શહેરમાં અને દ્વારકા તેમ જ રાજકોટ રોડ તરફ સરળતાથી જઈ શકશે. આ ફ્લાયઓવર બ્રિજ નીચેનાં મુખ્ય ચાર જંક્શન એવા સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંક્શન, નર્મદા સર્કલ અને નાગનાથ જંક્શન પર થતા ટ્રાફિક જૅમ અને અકસ્માત જેવા બનાવોમાંથી રાહત મળશે તેમ જ ઈંધણ અને સમયની બચત થશે. 

બ્રિજ નીચે સુવિધાઓ  
બ્રિજ નીચેના અન્ડરપાસને નાગરીકોની સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે જેમાં કુલ ૬૧ ગાળાઓમાં ૧૨૦૦થી વધુ બસ-પાર્કિંગથી લઈને ટૂ-વ્હીલર વાહનોના પાર્કિંગની વ્યવસ્થા, પે ઍન્ડ યુઝ ટૉઇલેટ, શ્રમિક સુવિધા કેન્દ્ર, ફૂડ-ઝોન, વેઇટિંગ અને સિટિંગ સહિતની વ્યવસ્થા ઊભી  કરવામાં આવી છે.

gujarat news gujarat gujarat government bhupendra patel jamnagar