સાવરણો ૨૦૨૨માં તો આવશે જ, તે પણ ગુજરાતમાં : વિશ્વવલ્લભ

21 July, 2021 01:01 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

પાર્ટીની પૉઝિટિવ વાત કરતા સુરતના આમ આદમી પાર્ટીના આગેવાનોએ સ્વામીનો વિડિયો વાઇરલ કર્યો

પ્રવચન આપી રહેલા વિશ્વવલ્લભ સ્વામી.

સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવલ્લભ સ્વામીના ઑનલાઇન પ્રવચનનો એક વિડિયો હાલમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં તેઓ એમ કહેતા જણાઈ રહ્યા છે કે સાવરણો ૨૦૨૨માં તો આવશે જ, તે પણ ગુજરાતમાં.
વિશ્વવલ્લભ સ્વામીના વાઇરલ થયેલા આ પ્રવચનમાં સ્વામીએ ચૂંટણીના મુદ્દાને ટાંકીને એમ કહ્યું હતું કે ‘કોઈને રાહુલ ગાંધી ગમતા હોય તો તે વખાણ એનાય કરે. કોઈને કેજરીવાલ ગમતા હોય તો તે વખાણ એનાય કરે. એમાં કોઈ દ્વેશ કરવાની જરૂર નથી. સાવરણો ૨૦૨૨માં તો આવશે જ ગુજરાતમાં. દિલ્હીથી સાવરણો આવશે. કોને સાફ કરશે તે કંઈ નક્કી નહીં. એટલે અત્યારથી તૈયારી કરી જ રાખવી જોઈએ. ગમે એને સાફ તો કરશે. સાવરણો છે એટલે સાફ તો થોડુંઘણું કરશે, પછી દ્વેશ રાખો તે સારો નથી.’ સુરતના આમ આદમી પાર્ટીના આગેવાનોએ વિશ્વવલ્લભ સ્વામીનો વિડિયો વાઇરલ કરતાં વિશ્વવલ્લભ સ્વામીએ આમ આદમી પાર્ટીનું મોઘમમાં સમર્થન કર્યું હોવાની ચર્ચા ચાલી છે. આમ આદમી પાર્ટીના સુરત ખાતેના સ્પોકપર્સન યોગેશ જાદવાણીએ આ મુદ્દે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્વામીએ પાર્ટીની પૉઝિટિવ વાત કરી છે. સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલા રૂસ્તમબાગ મંદિરના આ સ્વામી છે જેઓએ તેમની વર્ચ્યુઅલ કથામાં આ વાત કરી હતી. હવે તો સંતો પણ કહી રહ્યા છે કે ગુજરાતમાં પરિવર્તન થશે.’

Gujarat shailesh nayak