હવે ૪,૪૦,૩૦,૭૨૫ મતદારો છે ગુજરાતમાં

18 February, 2026 07:13 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પહેલાં ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો હતા એમાંથી ૬૮,૧૨,૭૧૧ ઘટ્યા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં મતદારયાદી માટે શરૂ કરવામાં આવેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ સતત સાડાત્રણ મહિના સુધી હાથ ધરવામાં આવ્યા બાદ હવે ગુજરાતમાં કુલ ૪,૪૦,૩૦,૭૨૫ મતદારો હોવાની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી. આ ઝુંબેશ પહેલાં ગુજરાતમાં ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો હતા; પરંતુ અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરી ગયેલા, ગણતરી દરમ્યાન ગેરહાજર રહેલા મતદારોની સંખ્યા ઘટી છે. વિવિધ કારણોસર કુલ ૬૮,૧૨,૭૧૧ મતદારો ઘટ્યા છે.

ક્યાં કેટલા મતદારો?

અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૪૯,૧૨,૫૪૮ મતદારો
સુરત જિલ્લામાં ૩૬,૩૯,૦૪૨ મતદારો
વડોદરા જિલ્લામાં ૨૨,૨૦,૦૯૫ મતદારો
રાજકોટ જિલ્લામાં ૨૦,૮૮,૭૭૯ મતદારો
કચ્છ જિલ્લામાં ૧૪,૯૫,૭૮૫ મતદારો
ગાંધીનગર જિલ્લામાં ૧૧,૯૫,૧૫૯ મતદારો

gujarat news gujarat gujarat government gujarat elections election commission of india