13 October, 2025 09:20 AM IST | Surat | Ashok Patel
એમાં ૮૩૦૦ ડાયમન્ડનો ઉપયોગ કર્યો છે
કળા અનોખી હોય તો એ ઘણી લોકપ્રિયતા અપાવે છે. સુરતના વિપુલ જેપીવાલા નામના કલાકારે પોતાની અનોખી કળાથી બૉલીવુડના શહેનશાહનું ભવ્ય આર્ટવર્ક તૈયાર કર્યું હતું. તેણે અમિતાભ બચ્ચનની ૮૩મી વર્ષગાંઠે ૮૩૦૦ હીરામાંથી અનોખું પોર્ટ્રેટ બનાવ્યું છે.
દિવસોની મહેનતથી તેણે આ પોર્ટ્રેટ બનાવ્યું છે. એમાં ૮૩૦૦ ડાયમન્ડનો ઉપયોગ કર્યો છે. અલગ-અલગ શેડના અમેરિકન ડાયમન્ડનો પણ એમાં ઉપયોગ થયો છે. વ્યવસાયે આર્કિટેક્ટ એવા વિપુલભાઈએ પોતાના ડાયમન્ડનો ઉપયોગ કરીને પોર્ટ્રેટ બનાવવાની કળા વિકસાવી છે. આ પહેલાં વિપુલભાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનાં પોર્ટ્રેટ પણ ડાયમન્ડથી બનાવ્યાં હતાં.