27 January, 2026 09:09 PM IST | Surat | Bespoke Stories Studio
K2 બ્યુટી બારના MOM`S TOUCH ઓર્ગેનિક સાબુ નું નવું લક્ષ્ય #IPO અને વૈશ્વિક બજાર
વિશ્વ બજાર તરફ દ્રષ્ટિ ફેરવતી આ કંપનીના મૂળ ખૂબ જ ઊંડા અને મજબૂત છે. પિતામહ, પરદાદા દાદા, પાસેથી વારસાગત આવેલી બીજ કે છોડ આજે પણ વટવૃક્ષ બન્યું છે જેની પાછળ 75 વર્ષથી વધુ સમય નું દાન સમાવિષ્ટ છે.
હોમમેડ કે ઓર્ગેનિક ગણાતા રસાયણહીન સુસ્વાસ્થ્યના હેતુથી બનાવાતા જડીબુટ્ટી, પાંદડા, ફળોના, અર્કના મિશ્રણથી તૈયાર ઓર્ગેનિક સાબુના વારસાને વધુ ઉચ્ચ ગુણવત્તા આપી ગામડા ગામથી સુરત સુધી પહોંચાડવાનો શ્રેય ડો. Kતન હિરપરા ના ફાળે જાય છે. જેમણે દાદા - પિતામહના આ નાનકડા ગૃહ ઉદ્યોગને વિશ્વ સ્તરે પહોંચાડવા અથાર્ગ મહેનત અને પરિશ્રમ કરી તમામ લાયસન્સ હસ્તગત કર્યા તેમજ આજના સમય અનુરૂપ બીમારી, સ્કીન રેશિસ, હેર ઈશ્યૂસ ને ધ્યાનમાં રાખી ઉપયોગી તેમજ ઓર્ગેનિક એવા 350થી વધુ વેરાઈટીના હોમમેડ સાબુ MOM`S TOUCH બ્રાન્ડ અંતર્ગત લોકો સુધી પહોંચાડ્યા છે.
આ ઉપરાંત જેન-ઝી સરળતાથી યુઝ કરી શકે તેવા વિશ્વાસપાત્ર ઓર્ગેનિક પ્રોટીન શેમ્પુ અને કન્ડિશનર પણ આ કંપની દ્વારા ઉપલબ્ધ કરાયા છે.
આજથી પોલ્યુટેડ એર , AC ઓફિસો તેમજ કપાતા જંગલો થી વધતા પોલ્યુશન અને સ્કિન પ્રોબ્લેમ, સ્કિન ઇંચિન્સ, ફંગલ ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન આપવા લીમડાની લીંબોળી તેમજ કેસુડાના ફુલ જેવા અર્કથી તૈયાર ફેસવોશ, સનસ્ક્રીમ ડે-નાઇટ પ્રોડક્ટ તેમજ સ્કિનને રેજુવનેટ કરતા બદામ ઓઇલ, ઓર્ગન ઓઇલ માંથી બનેલા સિરમ પણ આ કંપની દ્વારા વિશ્વાસનીય રૂપે મળી રહે છે.
માત્ર એટલું જ નહીં વટવૃક્ષ બનેલી આ કંપની આજે બ્યુટી કોસ્મેટિક અને કલર કોસ્મેટીક ની દુનિયામાં થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગનું કાર્ય પણ હસ્તગત કર્યું છે. જેનો સંપૂર્ણ શ્રૅય ડો.Kતન હિરપરા ના અનુજ રાઠોડ કપિલ સર અને આરતી મેમના ફાળે જાય છે. જે સંદતર ડો.Kતન હિરપરા ના પગલે અનુસરણ કરી આ ઓર્ગેનિક બ્રાન્ડ તેમજ લિમિટેડ કંપનીને વિશ્વ બજારે મૂકવા કાર્યરત છે. તેમજ ઓર્ગેનિક પ્રોડક્ટના ક્લાસ અને સેમિનાર તેઓ અવારનવાર કરતા રહે છે.
વિશ્વ સ્થળે ઉડાન ભરતી આ લિમિટેડ કંપની પોતાના માત્રે વતનથી જોડાઈને જ ઉપર ઉઠવા માંગે છે જેથી તેઓ સ્ત્રી સશક્તિકરણ તેમજ સ્ત્રી રોજગારની મહત્તમ તકો ઉભી કરતા રહે છે.