સુરતની સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ૫૦ લાખ રૂપિયાની લૂંટ

28 April, 2026 09:36 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

વરાછાના લંબે હનુમાન રોડ પર આવેલી બ્રાન્ચમાં બની ઘટના : બપોરે પિસ્તોલ સાથે પાંચથી છ જેટલા લૂંટારાઓએ ધાડ પાડી : બૅન્ક-કર્મચારીઓના ફોન લઈ લીધા તેમ જ અલાર્મ સિસ્ટમ કટ કરી નાખી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ગઈ કાલે બપોરે સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની બ્રાન્ચમાં પિસ્તોલ સાથે આવેલા પાંચથી છ જેટલા લૂંટારાઓએ ધાડ પાડી હતી. આ લૂંટારાઓ બૅન્કના કર્મચારીઓને બંધક બનાવીને અંદાજે ૫૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. લૂંટની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ-અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને સુરતમાં નાકાબંધી કરીને લૂંટારાઓને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી. લૂંટની આ ઘટના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ છે. બૅન્કમાં આવતી કૅશ વૅનની રેકી કરીને લૂંટારાઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

લૂંટારાઓ બૅન્કમાં પિસ્તોલ સાથે પ્રવેશ્યા હતા અને બૅન્કના કર્મચારીઓના મોબાઇલ ફોન લઈ લીધા હતા. ત્યાર બાદ અંદાજે ૫૦ લાખ રૂપિયા જુદા-જુદા ત્રણ થેલામાં ભરીને નાસી ગયા હતા.

surat state bank of india Crime News Gujarat Crime gujarat police gujarat gujarat news