સુરત: બે યુવતીએ ChatGPT ને પૂછી કર્યો આપઘાત, ઘટના પર ઈલૉન મસ્કે પણ કર્યું રીએક્ટ

09 March, 2026 06:54 PM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

પોલીસને ઘટનાસ્થળેથી સિરીંજ, ઍનેસ્થેટિક દવાની બૉટલ અને અન્ય અંગત સામાન મળી આવ્યો. મૃતદેહોની નજીક એક ખાલી શીશી, ત્રણ દવાની શીશીઓ અને ત્રણ સિરીંજ મળી આવી છે. તેમની બૅગમાંથી પુસ્તકો, ફોન અને તસવીરો પણ મળી આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર અને ઈલૉન મસ્ક

ગુજરાતના સુરતમાં બે કૉલેજની વિદ્યાર્થિનીઓના મૃત્યુથી શહેરમાં હોબાળો ફેલાયો છે. પોલીસે બન્ને યુવતીઓના મોબાઇલ ફોનની તપાસ કરતાં તેમણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું અને તે માટે તેમણે ચૅટજીપીટીનો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું. આ ઘટના અંગેની સોશિયલ મીડિયા પોસ્ટ પર દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલૉન મસ્કે પણ પ્રતિક્રિયા આપી અને આ કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે. 18 વર્ષની રોશની સિરસાથ અને 20 વર્ષની જોસના ચૌધરી તરીકે ઓળખાતી બે યુવતીઓ બાળપણનીથી મિત્રો હતી. કેટલાક અહેવાલોમાં તેઓ રિલેશનમાં હોવાનું પણ કહેવામાં આવ્યું છે. બન્ને ઍનેસ્થેટિક દવાનું ઇન્જેક્શન લીધા બાદ મૃત્યુ પામ્યા હતા. હવે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે, અને તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બન્ને યુવતીઓ 6 માર્ચની સવારે ઘરેથી નીકળી ગઈ હતી અને પરિવારને કહ્યું કે તેઓ કૉલેજ જઈ રહ્યા છે. જોકે, તેઓ મોડી રાત્રે ઘરે પાછા ફર્યા નહીં અને ફોનનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું. તેમના પરિવારે પહેલા કૉલેજનો સંપર્ક કર્યો અને પછી ગુમ થયાની ફરિયાદ નોંધાવવા માટે ડિંડોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસે સુરતની બહાર આવેલા સાનિયા કાંડે વિસ્તારમાં આવેલા નવા બનેલા આત્મીય સંસ્કાર ધામ સ્વામિનારાયણ મંદિરમાં તેમના મોબાઇલનું લોકેશન શોધી કાઢ્યું. રાત્રે લગભગ 9:30 વાગ્યે, પરિવારને મંદિર યુવતીનું નજીક સ્કૂટર મળ્યું. મંદિરના સીસીટીવી ફૂટેજમાં બે યુવતીઓ સવારે 7:44 વાગ્યે વૉશરૂમ વિસ્તારમાં જતી જોવા મળી અને તેઓ ક્યારેય બહાર ન આવી. વૉશરૂમનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી પરિવારના સભ્યો અને મંદિરના કર્મચારીઓ દ્વારા તે તોડી પાડવામાં આવતા અંદરથી બન્ને બે યુવતીઓ મળી અને તેમને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

પોલીસને શું મળ્યું

પોલીસને ઘટનાસ્થળેથી સિરીંજ, ઍનેસ્થેટિક દવાની બૉટલ અને અન્ય અંગત સામાન મળી આવ્યો. મૃતદેહોની નજીક એક ખાલી શીશી, ત્રણ દવાની શીશીઓ અને ત્રણ સિરીંજ મળી આવી છે. તેમની બૅગમાંથી પુસ્તકો, ફોન અને તસવીરો પણ મળી આવ્યા છે. મૃત્યુ ઍનેસ્થેટિક દવાઓના ઓવરડોઝને કારણે થયું હોવાની શંકા છે. અને યુવતીઓને ડ્રગ કેવી રીતે મળ્યું, તેની પણ તપાસ થઈ રહી છે.

ચૅટજીપીટીની મદદ લીધી

પીડિતાના ફોનની તપાસ બાદ કેસ વધુ ગંભીર બન્યો. માહિતી જણાવ્યા મુજબ, ફોનમાં "આત્મહત્યા કેવી રીતે કરવી," "આત્મહત્યા કેવી રીતે કરી શકાય," અને "કયા ડ્રગ્સનો ઉપયોગ થાય છે" જેવા સર્ચ મળી આવ્યા. પોલીસને ડ્રગ્સનો ઉપયોગ કરીને આત્મહત્યા પદ્ધતિઓ સાથે જોડાયેલ ચૅટજીપીટીની માહિતી પણ મળી. મોબાઇલ હવે વિગતવાર તપાસ માટે ફૉરેન્સિક સાયન્સ લૅબમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ શું થયું અને મૃત્યુ પાછળ બીજું કોઈ કારણ છે કે કેમ તે સમજવા માટે ચૅટ્સ અને અન્ય ડિજિટલ ડેટા તપાસી રહી છે. પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું કે બન્ને શાળાના સમયથી એકબીજાને ઓળખતા હતા અને ખૂબ જ નજીકના મિત્રો હતા. તેમના મૃત્યુનું કારણ હજી સ્પષ્ટ નથી.

ઈલૉન મસ્કની પ્રતિક્રિયા

પોડકાસ્ટર અને ભૂતપૂર્વ ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી સલાહકાર કેટી મિલરે X પર સમાચાર શૅર કર્યા પછી આ કેસ વૈશ્વિક સ્તરે ધ્યાન મળ્યું. તેમણે લખ્યું, "ભારતમાં બે યુવતીઓએ ChatGPT સાથે વાતચીત કર્યા પછી આત્મહત્યા કરી. તેઓએ ChatGPT પર `આત્મહત્યા કેવી રીતે કરવી,` `આત્મહત્યા કેવી રીતે કરી શકાય` અને `કયા ડ્રગ્સનો ઉપયોગ થાય છે` વિશે શોધ કરી હોવાનું કહેવાય છે. કૃપા કરીને તમારા પ્રિયજનોને ChatGPT નો ઉપયોગ કરવા દો નહીં." ઈલૉન મસ્કે તે પોસ્ટ પર એક શબ્દના જવાબ સાથે પ્રતિક્રિયા આપી: "અરેરે." મસ્કે ઓપનએઆઈના સલામતી ધોરણોની જાહેરમાં ટીકા કરી છે, જ્યારે કહ્યું છે કે આવા કોઈ આત્મહત્યાના કેસ તેમના પોતાના એઆઈ પ્લેટફોર્મ, ગ્રોક સાથે જોડાયેલા નથી. 

surat suicide ai artificial intelligence elon musk gujarat news gujarat