10 September, 2026 03:23 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
દક્ષિણ ગુજરાતના વડા મથક સુરતમાં મંગળવારે મધરાતે શ્યામ સંગિની ટેક્સટાઇલ્સ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં લેતાં ફાયર-વિભાગને પરસેવો પડી ગયો હતો. સિન્થેટિક મટીરિયલ્સ હોવાના કારણે આગ ઓલવવામાં ભારે તકલીફ થઈ હતી. જોકે ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યાના સુમારે ફાયર-બ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી. રાતે આગ લાગી ત્યારે માર્કેટ બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની ટેક્સટાઇલ્સ માર્કેટમાં મંગળવારે મોડી રાતે માર્કેટના છઠ્ઠા માળે આગ લાગી હતી. આ આગ નીચેના બે ફ્લોર સુધી પ્રસરી ગઈ હતી. આગ લાગતાં પંદરથી વધુ દુકાનો આગમાં સંપૂર્ણ બળી ગઈ હતી.