21 November, 2025 08:45 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
૨૦૦૮માં એલ. જી. હૉસ્પિટલની બહાર ઊભેલી કારમાં વિસ્ફોટકો ભરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ફાઇલ તસવીર
દિલ્હીમાં બ્લાસ્ટ પછી શરૂ કરાયેલી તપાસમાં ઇન્ટેલિજન્સ એજન્સીઓને એક ચોંકાવનારી જાણકારી હાથ લાગી છે. ડૉ. ઉમર નબીનું ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સાથેનું કનેક્શન માત્ર આ જ હુમલા પૂરતું સીમિત નથી. આ યુનિવર્સિટીમાં ભણેલા વિદ્યાર્થીઓ આ પહેલાં પણ દેશમાં થયેલી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ રહી ચૂક્યા છે.
આતંકવાદી મિર્ઝા શાદાબ બેગ.
ઇન્ડિયન મુજાહિદ્દીનનો ખૂંખાર આતંકવાદી મિર્ઝા શાદાબ બેગ પણ અલ-ફલાહ એન્જિનિયરિંગ કૉલેજનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. તેણે ૨૦૦૭ના વર્ષમાં અહીં ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન વિષય સાથે ટેક્નૉલૉજીમાં બૅચલર્સનો અભ્યાસ કર્યો હતો. હેરાન કરનારી વાત એ છે કે તે ભણતો હતો ત્યારે જ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનું ષડયંત્ર રચ્યું હતું. છેલ્લાં કેટલાંય વર્ષોથી તે ફરાર છે અને છેલ્લે તેનું લોકેશન અફઘાનિસ્તાનમાં હોવાનું જાણવા મળ્યું હતું.