ગીરસોમનાથમાં આઇવીએફ ટેક્નિકથી બન્ની પ્રજાતિની ભેંસના વાછરડાનો જન્મ

24 October, 2021 07:46 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

દૂધનું ઉત્પાદન વધારવા માટે આનુવંશિક રીતે શ્રેષ્ઠ ભેંસોની સંખ્યા વધારવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી

ભેંસ અને વાછરડું

સામાન્યપણે ગુજરાતના કચ્છ જિલ્લામાં જોવા મળતી બન્ની પ્રજાતિની ભેંસના પ્રથમ આઇવીએફ વાછરડાનો જન્મ ગુજરાતના ગીરસોમનાથ જિલ્લાના ધાણેજ ગામના એક ખેડૂતના ઘરમાં થયો હોવાનું એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.

દૂધનું ઉત્પાદન વધારવા માટે આનુવંશિક રીતે શ્રેષ્ઠ ભેંસોની સંખ્યા વધારવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જણાવતાં અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે બન્ની ભેંસ શુષ્ક વાતાવરણમાં તેની સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ દૂધ ઉત્પાદન ક્ષમતા માટે જાણીતી છે.

વિનયવાલા નામના ખેડૂતના ઘરે કુલ છ આઇવીએફ વાછરડાને જન્માવવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે એમાંથી આ પહેલું બચ્ચું હોવાનું મંત્રાલય દ્વારા ટ્વિટર પર જણાવાયું હતું.

ડેરી કિસાન વિનયવાલાએ જણાવ્યું હતું કે તેમની પાસેનાં ૧૮ ભ્રૂણ વિકસિત કરવામાં આવ્યાં હતાં.

આ પ્રક્રિયા એક એનજીઓ ટ્રસ્ટ જેકેબોવાજેનિક્સ દ્વારા હાથ ધરવામાં આવી હતી. એક ગઈ કાલે જન્મ્યું હતું, જ્યારે કે બીજું વાછરડું ટૂંક સમયમાં જ જન્મશે.

gujarat gujarat news