31 March, 2026 09:21 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
સુરતમાં મેટ્રો રેલ માટે ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના ૮.૫ કિલોમીટરના વાયડક્ટનું કામ પૂરું થઈ ગયું છે
સુરતમાં મેટ્રો રેલની ટ્રાયલ-રન યોજાતાં સુરતવાસીઓમાં ખુશીની લહેરખી દોડી ગઈ હતી. મેટ્રો રેલની ટ્રાયલ-રનની સાથે જરૂરી બીજું ચેકિંગ હાથ ધરીને ટૂંક સમયમાં સુરતમાં પણ મેટ્રો રેલ-સર્વિસ શરૂ થશે.
સુરતમાં મેટ્રો રેલ માટે ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના ૮.૫ કિલોમીટરના વાયડક્ટનું કામ પૂરું થઈ ગયું છે. આ લાઇન પર મેટ્રો ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. ટ્રૅક બિછાવવાનું અને ટ્રૅક્શન પાવર માટે થર્ડ રેલનું કામ પણ પૂરું કરવામાં આવ્યું છે. કુલ ૭ સ્ટેશનનું બિલ્ડિંગ-સ્ટ્રક્ચર કામ પૂરું થયું છે. એન્ટ્રી-એક્ઝિટ સ્ટ્રક્ચર તથા ફિનિશિંગના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ ટ્રાયલમાં ટ્રેન-રનિંગ આશરે ૫૦૦ કલાક કરવામાં આવતી હોય છે અને એની સર્વે સહિત જરૂરી નોમ્સ મુજબ પણ ચકાસણી કરવાની હોય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં મેટ્રો રેલ શરૂ થશે.