કચ્છના માધાપર, ભુજોડી અને અંજાર તાલુકાના ગ્રામવિસ્તારમાં કમોસમી વરસાદ

26 March, 2026 11:22 AM IST  |  Kutch | Gujarati Mid-day Correspondent

ઉનાળામાં ક્યાંક પડ્યા કરા, ક્યાંક થયું માવઠું: ફરી એક વાર ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

પ્રતીકાત્મક તસવીર

કમોસમી વરસાદ ગુજરાતનો પીછો છોડતો નથી. ગઈ કાલે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતું. આશ્ચર્યની વાત એ છે કે માત્ર માવઠું થયું એટલું જ નહીં, ઉનાળાની ગરમીમાં કરા પડવા સાથે કમોસમી વરસાદ પણ પડ્યો હતો. વરસાદને પગલે ફરી એક વાર ઊભા પાકને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

કચ્છના મુખ્ય મથક ભુજ પાસે આવેલા માધાપર, ભુજોડી તેમ જ અંજાર તાલુકામાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને બપોરે કમોસમી વરસાદ પડ્યો હતો. માધાપર હાઇવે, ભુજોડીના રસ્તા પરથી વરસાદનું પાણી વહેતું થયું હતું. અંજાર તાલુકામાં કેટલાંક સ્થળે કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અચાનક પડેલા માવઠાને પગલે ખેડૂતો ફરી એક વાર ચિંતામાં મુકાઈ ગયા હતા. કમોસમી વરસાદના પગલે ઊભા પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. 

gujarat news gujarat kutch Gujarat Rains Weather Update