બહુમુખી પ્રતિભા ધરાવનાર વડોદરાના હસમુખ શાહનું નિધન, વડાપ્રધાન કાર્યાલયમાં કરી ચુક્યા છે કામ 

03 December, 2021 05:29 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સરકારી, જાહેર ક્ષેત્ર અને એક નાગરિક તરીકે અસાધારણ અને બહુમુખી પ્રતિભા ધરાવનાર હસમુખ શાહનું આજે વહેલી સવારે નિધન થયું છે.

હસમુખ પટેલ

સરકારી, જાહેર ક્ષેત્ર અને એક નાગરિક તરીકે અસાધારણ અને બહુમુખી પ્રતિભા ધરાવનાર હસમુખ શાહ(Hasmukh shah)નું આજે વહેલી સવારે નિધન થયું છે. તેમણે 87 વર્ષે તેમના નિવાસ સ્થાન વડોદરામાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. બિમારીને કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં.

હસમુખ શાહ કોરોનાથી સંક્રમિત થયા હતાં. ત્યારે બાદ સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જો કે તેમની હાલતમાં કોઈ સુધાર જોવા મળ્યો નહોતો અને આખરે તેમણે દેહ છોદી દીધો હતો. 

હસમુખ શાહે સંયુક્ત સચિવ તરીકે વડાપ્રધાન કાર્યાલયમાં સતત ત્રણ વડાપ્રધાન સાથે કામ કર્યુ છે, જેમાં ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ અને ચૌધી ચરણ સિંહનો સમાવેશ થાય છે. સમગ્ર પેકેજિંગફિલ્મ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ તથા કૃષિ વ્યવસાયમાં પ્લાસ્ટિકના ઉપયોગનો પ્રચાર કરવાનું કામ તેમણે કર્યુ હતું. 

હસમુખ શાહના કાર્યકાળ દરમિયાન યુ.કે. ની કેમિકલ ઈનસાઈટે આઈ.પી.સી.એલ.ને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પેટ્રોકેમિકલ ઉત્પાદક કંપની તરીકે બિરદાવ્યું હતું. ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH)ના અધ્યક્ષ પણ હતા.

વર્ષ 1957માં ગુજરાત યુનિવર્સિટીમાં સમાશાસ્ત્રના પ્રોફેસર તરીકે હસમુખ પટેલે તેમના કેરિયરની શરૂઆત કરી હતી. દર્શક ઇતિહાસ નિધિ (DIN) ના સ્થાપક ટ્રસ્ટી તરીકે  તેમણે ગુજરાતના મેરીટાઇમ ઈતિહાસ પર અનેક બહુ-વિધ આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કર્યું હતું. 

 

 

 

 

gujarat gujarat news vadodara