વર્ચ્યુઅલ વાઇબ્રન્ટ

29 December, 2021 07:54 AM IST  |  Mumbai | Rashmin Shah

હા, ૧૦ જાન્યુઆરીથી ગાંધીનગરમાં શરૂ થનારી ત્રણ દિવસની વાઇબ્રન્ટ સમિટને પોસ્ટપોન કરવી પડે એવા સંજોગો ઊભા થતાં ગુજરાત સરકારે આખેઆખી વાઇબ્રન્ટ સમિટને વર્ચ્યુઅલ કરવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે

વાઇબ્રન્ટ સમિટની જાહેરાત માટેની પરિષદને સંબોધતા સીએમ ભૂપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર.

રાજકોટ : છેલ્લા ૧૦ દિવસમાં જે પ્રકારે ગુજરાતમાં કોવિડ અને એના નવા વેરિઅન્ટ ઓમાઇક્રોનના વધતા જતા કેસને કારણે ગુજરાત સરકાર દ્વિધામાં મુકાઈ છે કે ૧૦ જાન્યુઆરીથી થતી વાઇબ્રન્ટ સમિટ કરવી કે નહીં. આ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી લેવામાં આવેલી સલાહ મુજબ હવે ગુજરાત સરકારે આ વાઇબ્રન્ટ સમિટ વર્ચ્યુઅલ કરવાની તૈયારી આરંભી દીધી છે. વાઇબ્રન્ટ કન્ટિરન્યુ કરવી કે નહીં એ બાબતનો કોઈ નિર્ણય ગુજરાત સરકાર પાસે હસ્તગત ન હોવાથી એ વિશે તમામ સૂચના દિલ્હીથી આવે છે. દિલ્હીથી આવેલી રિસન્ટ સૂચના મુજબ આવતા પાંચ દિવસમાં કોવિડના કેસ જો ન વધે તો ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ સમિટ કરવી, પણ ધારો કે કેસ વધે તો આખી વાઇબ્રન્ટ રદ કરવાને બદલે એને વર્ચ્યુઅલી કરવાનું પણ સૂચન આવ્યું છે, જેને માટે ગુજરાત સરકારની આઇટી-ટીમ ઑલરેડી બૅકઅપ પ્લાન પર લાગી ગઈ છે. વર્ચ્યુઅલ વાઇબ્રન્ટ માટે વાઇબ્રન્ટ સમિટની ગવર્નિંઅગ બૉડી વાઇબ્રન્ટમાં આવવા માગતા તમામ દેશના ડેલિગેટ્સને સૅટેલાઇટ સર્વર સિસ્ટમથી ગુજરાત સરકાર સાથે જોડશે અને સમિટ આગળ વધારશે.
    કોરોનાને ધ્યાનમાં લઈને કોઈ પણ પ્રકારની નવી ગાઇડલાઇન પણ આ જ વાઇબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવી અને આવતી પાંચમી જાન્યુઆરી પહેલાં એ જાહેર પણ કરવામાં નહીં આવે. ઓમાઇક્રોનની બાબતમાં ગુજરાત દેશનું ત્રીજું મૅક્સિરમમ પેશન્ટ્સ ધરાવતું રાજ્ય હોવા છતાં ફૉરેનથી આવતા ટૂરિસ્ટ્સ માટે કોઈ સ્પેસિફિક ગાઇડલાઇન જાહેર નહીં કરવાનું મુખ્ય કારણ પણ વાઇબ્રન્ટ જ છે. વિદેશથી આવતા ટ્રાવેલરને જો ૧૪ દિવસનું ક્વૉરન્ટીન કરવાની જાહેરાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ સમિટમાં વિદેશથી આવનાર તમામ ડેલિગેટ્સે ગુજરાતમાં આઇસોલેટ થવું પડે અને જો એવું બને તો એ ડેલિગેટ્સ અત્યારથી જ આવવાનું ટાળી દે એવી પણ શક્યતા હોવાથી ગુજરાત ગવર્નમેન્ટ એ વિશે કોઈ જાહેરાત કરતી નથી. કોરોનાનો ભય હોવાને લીધે છેલ્લાં ૩ વીકથી ગુજરાત સરકારે દર સોમવારે વાઇબ્રન્ટ મીટિંગ શરૂ કરી છે, જેમાં ઍડ્વાન્સમાં એમઓયુ સાઇન કરવાની સિસ્ટમ લાગુ કરી છે, પણ એ બધા વચ્ચે એક વાત તો ક્લિયર થઈ રહી છે કે ગુજરાત ગવર્નમેન્ટ કોઈ પણ હિસાબે વાઇબ્રન્ટ કરવાના મૂડમાં છે, પછી એ વાસ્તવિનક હોય કે વર્ચ્યુઅલ.

gujarat gujarat news bhupendra patel