ગુટકા અને સિગારેટની હોળી કરીને વ્યસનથી દૂર રહેવાની અપીલ

01 June, 2025 06:44 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે સુરતના વેડ રોડ પર આવેલા સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા બીડી, સિગારેટ, ગુટકાની હોળી કરવામાં આવી હતી

ગુરુકુળના પ્રભુસ્વામી અને ભંડારીસ્વામી કૃષ્ણપ્રસાદદાસે ગુટકાની હોળી પ્રગટાવી

વેર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે ૩૧ મે વર્લ્ડ નો ટબૅકો ડે તરીકે ઊજવાય છે ત્યારે આ દિવસની પૂર્વસંધ્યાએ ગઈ કાલે સુરતના વેડ રોડ પર આવેલા સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા બીડી, સિગારેટ, ગુટકાની હોળી કરવામાં આવી હતી. સિંગણપોર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર વાય. બી. ગોહિલ તથા ગુરુકુળના પ્રભુસ્વામી અને ભંડારીસ્વામી કૃષ્ણપ્રસાદદાસે ગુટકાની હોળી પ્રગટાવીને વ્યસનોથી દૂર રહીને સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનો સંદેશ આપ્યો હતો. 

world health organization swaminarayan sampraday surat gujarat gujarat news