01 February, 2025 02:42 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ઝાકિયા જાફરી (સૌજન્ય : ફેઇસબૂક)
2002ના ગુજરાત રમખાણો પાછળના કથિત મોટા કાવતરાની તપાસ કરવા હેતુ કેસ દાખલ કરનાર અને કાનૂની લડત લડનાર ઝાકિયા જાફરીનું આજે અમદાવાદ ખાતે ૮૬ વર્ષની વયે અવસાન (Zakia Jafri Death) થયું છે. તમને જણાવી દઈએ કે ઝાકિયા જાફરી પોતે કોંગ્રેસના સાંસદ એહસાન જાફરીનાં પત્ની હતાં. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં અન્ય 68 વ્યક્તિઓ સાથે એહસાન જાફરી માર્યા ગયા હતા.
ઝાકિયા જાફરીના પતિ અને કોંગ્રેસ સાંસદ એહસાન જાફરીનું રમખાણો દરમિયાન મોત (Zakia Jafri Death) થયું હતું. SITની તપાસ બાદ નરેન્દ્ર મોદી અને અન્યને ક્લીનચીટ આપવામાં આવી હતી. ત્યારે ઝાકિયા જાફરીએ આ અંગે સવાલો ઉઠાવતી અરજી દાખલ કરી હતી. એવાં ઝાકિયા જાફરીનું આજે અમદાવાદમાં નિધન થયું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં માર્યા ગયેલા ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ આજે 1 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
તમને જણાવી દઈએ કે ઝાકિયા જાફરી (Zakia Jafri Death)એ ગુજરાત રમખાણો બાદ તેની પાછળ થયેલા મોટા ષડયંત્રનો આરોપ લગાવતા ઉચ્ચ રાજ્ય અધિકારીઓ સામે તપાસની માંગ કરવા માટે કાનૂની લડત ચલાવી હતી. તેટલું જ નહીં મેજિસ્ટ્રેટ કોર્ટે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય અધિકારીઓ સહિત 63 વ્યક્તિઓને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટ સામેની તેણીની વિરોધ અરજી ફગાવી દીધા બાદ તેઓએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે ગુજરાત હાઇકોર્ટે 2017માં SITનો ક્લોઝર રિપોર્ટ સ્વીકાર્યો હતો, જેના પગલે તેઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
Zakia Jafri Death: આ સાથે જ તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે જાફરીની અરજીને ફગાવી કાઢી હતી અને ઉચ્ચ રાજ્ય અધિકારીઓને SITની ક્લીનચીટ સ્વીકારી હતી. ઝાકિયા 2006થી ન્યાય માટે લડી રહ્યાં હતાં. તેઓએ ખાસ તો પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે પોલીસે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ટોચના ભાજપના રાજકારણીઓ વિરુદ્ધ મુસ્લિમ વિરોધી દુષ્કર્મના સંબંધમાં એફઆઈઆર નોંધી ન હતી. 2008માં જ્યારે સુપ્રીમ કોર્ટે સરકારને ગુલબર્ગ સોસાયટીની ઘટના સહિત નવ કેસોની ફરીથી તપાસ કરવાનો આદેશ આપ્યો ત્યારે તેની ન્યાય માટેની જુસ્સાને ફરી બળ મળ્યું હતું.
સુપ્રિમ કોર્ટ દ્વારા જાફરીના સહ-અરજીકર્તા તિસ્તા સેતલવાડ સામે પણ વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરવામાં આવી હતી. અનુસાંધનમાં ગુજરાત પોલીસ દ્વારા સેતલવાડની સુદ્ધાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં સેતલવાડને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા.
આ સાથે જ માનવાધિકાર કાર્યકર્તા તિસ્તા સેતલવાડે એક્સ પણ આ વિષેની જાણકારી આપી હતી અને તેઓએ પોસ્ટમાં જણાવ્યું હતું કે, માનવાધિકાર સમુદાયના દયાવાન નેતા ઝાકિયા અપ્પાનું માત્ર 30 મિનિટ પહેલા અવસાન (Zakia Jafri Death) થયું છે. તેમની દૂરદર્શી હાજરીની રાષ્ટ્ર અને વિશ્વને ખોટ પડી છે. તનવીરનહાઈ, નિશરીન, દુરૈયાપ્પા, પૌત્રો અમે તમારી સાથે છીએ.