અફઘાનિસ્તાનના જલાલાબાદમાં બ્લાસ્ટ, બે લોકોના મોત, 20 ઘાયલ

18 September, 2021 08:41 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

અફઘાનિસ્તાનના જલાલાબાદમાં બોમ્બ વિસ્ફોટના સમાચાર છે.

અફઘાનિસ્તાનમાં બ્લાસ્ટ

અફઘાનિસ્તાનના જલાલાબાદમાં બોમ્બ વિસ્ફોટના સમાચાર છે. સ્થાનિક મીડિયા અનુસાર જલાલાબાદમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટમાં 20 લોકો ઘાયલ થયા છે.  

અફઘાનિસ્તાનની એક ન્યૂઝ ચેનલ અનુસાર, તાલિબાની વાહનો જલાલાબાદમાં પીડી6 પર સ્થાપિત IEDs સાથે રસ્તાના કિનારે અથડાયા હતા. નાંગરહાર પ્રાંતીય હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે આશરે 20 ઘાયલો થયા છે, જેમાંથી મોટાભાગના નાગરિકો છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શુક્રવારે પેન્ટાગોને ગત મહિને અફઘાનિસ્તાનમાં અનેક નાગરિકોના મોતને ભેટેલા ડ્રોન હુમલામાં પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે એક સમીક્ષા દર્શાવે છે કે હુમલામાં માત્ર નાગરિકો જ માર્યા ગયા હતા અને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ નહીં.

 

international news afghanistan taliban