17 June, 2024 07:22 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ફાયરિંગ
અમેરિકાના મિશિગન રાજ્યમાં શનિવારે સાંજે એક માણસે બાળકોના વૉટર પાર્કમાં ફાયરિંગ કરતાં બે બાળકો સહિત આશરે ૧૦ લોકો ઘાયલ થયા હતાં. આ ગોળીબારનું કારણ જાણવા મળ્યું નથી.
ઑકલૅન્ડ કાઉન્ટીના શેરિફ માઇકલ બુચાર્ડે કહ્યું હતું કે ગોળીબાર કરનારી વ્યક્તિ નજીકના એક ઘરમાં છુપાઈ હતી અને મૃત અવસ્થામાં મળી આવી હતી. આ માણસ પાર્કમાં સાંજે પાંચ વાગ્યે તેના વાહનમાં આવ્યો હતો અને તેણે ઊતરતાંની સાથે જ ગોળીબાર શરૂ કરી દીધો હતો. તેણે ૨૮ વાર ફાયરિંગ કર્યું હતું. ૨૦૨૧માં રોસ્ટર હિલ્સ સ્કૂલમાં થયેલા ફાયરિંગમાં ચાર બાળકોનાં મૃત્યુ થયાં હતાં અને આ ઘટનાનો જખમ તાજો છે એવા સમયે આવી ઘટના ચિંતા ઉપજાવનારી છે. ૨૦૨૪માં અત્યાર સુધીમાં અમેરિકામાં જાહેર સ્થળો પર ફાયરિંગ કરવાની ૨૧૫ ઘટનાઓ બની છે.