Afghanistan Blast:અફઘાનિસ્તાનની શિયા મસ્જિદમાં વિસ્ફોટ, 100 લોકોના મોત

08 October, 2021 06:26 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

તાલિબાને સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં અસ્થિરતાનું વાતાવરણ છે.

પ્રતીકાત્મક તસવીર

તાલિબાને સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં અસ્થિરતાનું વાતાવરણ છે. અફઘાનિસ્તાનના ઉત્તરી કુન્દુઝ પ્રાંતમાં શુક્રવારની નમાઝ દરમિયાન શિયા મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો છે. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં કુંદુઝ મસ્જિદ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા હોવાનું સમાચાર એજન્સી એએફપીએ જણાવ્યું હતું. 

રસિયા ટુડેએ જણાવ્યું હતું કે વિસ્ફોટ અફઘાનિસ્તાનના ઉત્તરીય કુન્દુઝ પ્રાંતની સૈયદ અબાદ મસ્જિદમાં થયો હતો, કારણ કે સ્થાનિક લોકો શુક્રની નમાઝ માટે મસ્જિદમાં હાજર હતા. અત્યાર સુધી કોઈ જૂથે વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી.

ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લેવન્ટ (આઇએસઆઇએલ) સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા ઓગસ્ટના મધ્યમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી હુમલાઓ વધ્યા છે. આતંકવાદી હુમલાઓમાં વધારો થતાં બે જૂથો વચ્ચે વ્યાપક સંઘર્ષની શક્યતા વધી છે.

અગાઉ રવિવારે કાબુલની એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા અને 32 અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના કાબુલની ઈદગાહ મસ્જિદમાં એક ભીડભાડવાળી જગ્યાએ બની હતી.

world news international news afghanistan taliban