ઇન્ડોનેશિયામાં ભૂસ્ખલન અને પૂરને કારણે ૩૦૩ લોકોનાં મૃત્યુ

01 December, 2025 08:05 AM IST  |  Indonesia | Gujarati Mid-day Correspondent

૭૫,૦૦૦ લોકો બેઘર, જીવતાં પશુઓ કાદવમાં દટાયાં

વિશાળકાય સુમાત્રન હાથી ભૂસ્ખલનના કાદવમાં દટાઈ ગયો હતો.

છેલ્લા એક અઠવાડિયાથી ચક્રવાત સેન્યારની અસરને કારણે ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ અને મલેશિયામાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર જળભરાવ થયો છે. ભયાનક પૂર પછી લગભગ ૩૦ સ્થળોએ ભૂસ્ખલન થવાથી જીવતાં પશુઓ દટાઈ ગયાં છે અને ૩૦૩ લોકો મૃત્યુ પામ્યા છે. હજી ૧૦૦થી વધુ લોકો ગુમ છે અને ભૂસ્ખલનને કારણે અનેક સ્થળોએ બચાવદળના લોકો પહોંચી પણ નથી શક્યા. ઇન્ડોનેશિયામાં ૭૫,૦૦૦ લોકો બેઘર થઈ ગયા છે અને એક લાખથી વધુ પરિવારોનાં ઘરોને અસર થઈ છે. સેન્યાર વાવાઝોડાને કારણે થાઇલૅન્ડમાં ૧૭૦ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું નોંધાયું છે. 

international news world news indonesia thailand malaysia