અમેરિકામાં ફ્રૉડ કેસમાં વૉન્ટેડ છે ૩૫ વર્ષનો ભારતીય નાગરિક કલ્પેશકુમાર પટેલ

20 March, 2026 09:39 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

FBIએ જણાવ્યું હતું કે ‘૧૯૯૧ની ૧૭ મેએ ભારતમાં જન્મેલો કલ્પેશ પટેલ ફ્યુઅલ સ્ટેશન અટેન્ડન્ટ તરીકે કામ કરતો હ

કલ્પેશકુમાર રસિકલાલ પટેલ

ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ અમેરિકામાં વર્ષોથી ચાલી આવતી છેતરપિંડી યોજનાના આરોપી ૩૫ વર્ષના ભારતીય નાગરિક કલ્પેશકુમાર રસિકલાલ પટેલની શોધખોળ શરૂ કરી છે અને લોકોને તેની જાણકારી આપવા વિનંતી કરી છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પરની એક પોસ્ટમાં FBIએ જણાવ્યું હતું કે કેની પટેલ તરીકે પણ ઓળખાતા કલ્પેશકુમાર રસિકભાઈ પટેલે ૨૦૧૭ અને ૨૦૨૧ વચ્ચે અનેક લોકોને છેતર્યા હતા અને આ છેતરપિંડીના રાષ્ટ્રવ્યાપી ઑપરેશનમાં તેની કથિત ભૂમિકા બદલ FBI દ્વારા વૉન્ટેડ છે.

FBIએ જણાવ્યું હતું કે ‘૧૯૯૧ની ૧૭ મેએ ભારતમાં જન્મેલો કલ્પેશ પટેલ ફ્યુઅલ સ્ટેશન અટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો. તે ઇલિનૉઇ અને પેન્સિલ્વેનિયામાં રહેતો હોવાનું અથવા એની વચ્ચે મુસાફરી કરતો હોવાનું માનવામાં આવે છે. ૨૦૧૭ અને ૨૦૨૧ની વચ્ચે અનેક લોકો સાથે છેતરપિંડી કરીને મોટી રકમના પૈસા ટ્રાન્સફર કરવાની રાષ્ટ્રવ્યાપી યોજનામાં કથિત ભાગીદારી માટે વૉન્ટેડ છે.’

કલ્પેશ પટેલે ઘણા લોકોનો ટેલિફોનથી સંપર્ક કર્યો હતો અને તેમની વ્યક્તિગત માહિતી અથવા ઓળખ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હોવાનું જણાવીને છેતરપિંડી કરી હતી. તેણે આવા લોકોને અમેરિકાનાં વિવિધ સરનામાં પર સામાન્ય રીતે રોકડ અને પ્રી-પેઇડ ડેબિટ કાર્ડના રૂપમાં નાણાં મોકલવા માટે સમજાવ્યા હતા. 

international news world news united states of america india Crime News