22 February, 2025 10:02 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
બૉયફ્રેન્ડ સાથે ટિફની
આજકાલ યુવાનોને પોતાનાથી મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષ વધારે ગમે છે. પ્રેમ થઈ જાય એટલે ઉંમર પર કોઈ ધ્યાન આપતું જ નથી. આવી જ લવ-સ્ટોરી છે અમેરિકાના વિસ્કૉન્સિનમાં રહેતી ૩૫ વર્ષની ટિફની અને તેના ૮૦ વર્ષના બૉયફ્રેન્ડની. ૮૦ વર્ષના વયોવૃદ્ધને ટિફની પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરી બાકીનું જીવન તેની સાથે જ વિતાવવા માગે છે. આ ૮૦ વર્ષના વૃદ્ધને તે એક રિટાયર્ડ હાઉસ (વૃદ્ધાશ્રમ)માં મળી હતી અને પછી તે તેમને પોતાના ઘરે રહેવા લઈ ગઈ હતી. પોતાનાથી ૪૫ વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કરવાના ટિફનીના નિર્ણયનો તેના પરિવારના લોકો વિરોધ કરી રહ્યા છે. ટિફની ઑનલાઇન અશ્લીલ વિડિયો બનાવીને પોસ્ટ કરે છે અને તેના હજારો ફૉલોઅર છે, પણ જ્યારે તેણે ૮૦ વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી ત્યારે લોકો તેને માનસિક રીતે બીમાર કહી રહ્યા છે. તે સોશ્યલ મીડિયા પર નિયમિત તેના અને તેના ૮૦ વર્ષના પ્રેમીના એકમેકને ભેટતા, કિસ કરતા, એકમેકની એકદમ નજીક હોય એવા પ્રેમભર્યા વિડિયો પોસ્ટ કરે છે. કોઈ તેને બીમાર કહે છે, કોઈ કહે છે બુઢ્ઢા પાસે બહુ પૈસા લાગે છે, કોઈ લખે છે કે સાચે જ ખુશ છે તો દિલ કહે એમ કર, કોઈ કહે છે કે આ માત્ર પબ્લિસિટી સ્ટન્ટ છે.