અમેરિકાના રણમાં બની રહ્યું છે સ્વર્ગ જેવું શહેર

14 September, 2021 10:34 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

આ શહેરમાં ૫૦ લાખ લોકોને વસાવવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

માર્ક લોર અમેરિકાના રણમાં એવું શહેર વસાવવા જઈ રહ્યા છે જ્યાં ટોક્યો જેવી સ્વચ્છતા હશે, ન્યુ યૉર્ક જેવી વૈભવી જિંદગી હશે અને સ્વીડનના સ્ટોકહોમ જેવી સામાજિક સુવિધાઓ લોકોને મળશે. બીજા શબ્દોમાં કહીએ તો અહીં રહેનારા લોકોની જિંદગી સ્વર્ગ જેવી હશે. આ શહેરમાં ૫૦ લાખ લોકોને વસાવવામાં આવશે. શહેરની ડિઝાઇન તૈયાર કરવાની જવાબદારી દુનિયાના સૌથી પ્રસિદ્ધ આર્કિટેક્ટને આપવામાં આવી છે. આ શહેર તૈયાર કરવા માટે ૪૦૦ અબજ ડૉલરની જરૂર પડવાની છે અને આ શહેર દોઢ લાખ એકરમાં ફેલાયેલું હશે. તેની ડિઝાઇન ઇકો ફ્રેન્ડલી હશે અને શહેરમાં પાણીની સુવિધા એ રીતે પૂરી પડાશે કે ક્યારેય દુકાળ નહીં પડે.

નવા શહેરમાં લોકો કોઈ પણ જગ્યાએ રહેતા હશે પણ પંદર મિનિટમાં તેઓ પોતાના ઘેરથી ઑફિસ, સ્કૂલ અને બીજી જગ્યાએ પહોંચી શકશે. પ્રોજેક્ટ માટે પ્લાનિંગ કરી રહેલી ટીમ નેવાડા, યુટા, ઇડાહો, એરિઝોના અને ટેક્સસ જેવા વિસ્તારોમાં જગ્યા શોધી રહી છે. માર્ક લોરની કંપનીએ ડિજિટલ પ્રેઝન્ટેશનથી કંપનીનો નકશો દર્શાવ્યો છે.

જેમાં ઇમારતો, હરિયાળી જગ્યાઓને વર્ચ્યુઅલ રીતે દેખાડવામાં આવી છે. શહેરમાં પરંપરાગત ફ્યુઅલ એટલે કે પેટ્રોલ અને ડીઝલથી ચાલનારાં વાહનો પર પ્રતિબંધ હશે.

50

સ્વર્ગ સમાન આ નવા શહેરમાં આટલા લાખ લોકોને વસાવવામાં આવશે.

international news united states of america