✕

કૅપ્ટન સ્મિત મચ્છરની ખોપરીનું હાડકું મગજમાં ખૂંચી ગયું હતું, ઇમર્જન્સી સર્જરી કરવી પડી હતી સાઉદી અરેબિયામાં

07 October, 2026 03:47 PM IST  |  Saudi Arabia | Gujarati Mid-day Correspondent

સ્મિત મચ્છરની ખોપરીમાં ગંભીર ‘ડિપ્રેસ્ડ સ્કલ-ફ્રૅક્ચર’ થયું હોવાનો ખુલાસો થયો છે

સ્મિત મચ્છર

દુબઈથી તેલ અવીવ જતી flydubaiની ફ્લાઇટ 1073માં ઓમાની કો-પાઇલટે કરેલા હુમલામાં ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરની ખોપરીમાં ગંભીર ‘ડિપ્રેસ્ડ સ્કલ-ફ્રૅક્ચર’ થયું હોવાનો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ ખોપરીનું હાડકું તૂટીને મગજ તરફ દબાઈ જતાં કૅપ્ટન સ્મિત મચ્છરને સતત માથાના દુખાવાની અને ધૂંધળું દેખાવાની સમસ્યાઓ થઈ રહી છે.
તૂટેલું હાડકું મગજને નુકસાન પહોંચાડી શકે એમ હોવાથી સાઉદી અરેબિયાના તાબુક ઍરપોર્ટ પર ઇમર્જન્સી-લૅન્ડિંગ બાદ ડૉક્ટરોએ સર્જરી કરીને તેમની ખોપરીનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. હુમલામાં તેમના હાથ-પગ, છાતી અને પેટના ઉપરના ભાગમાં પણ ઘા પડ્યા હતા. ત્યાર બાદ તેમને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના અબુ ધાબીની મિલિટરી હૉસ્પિટલમાં ઍરલિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને પરિવારને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી છે.

કૅપ્ટન સ્મિત મચ્છરના કો-પાઇલટને ગાઝાનો બદલો લેવો હતો, શહીદ તરીકે મરવું હતું
૩૦ સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જતી flydubaiની ફ્લાઇટ ૧૦૭૩માં ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમ્મામીએ કૅપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો, કારણ કે તેનો ઇરાદો ગાઝાનો બદલો લેવાનો હતો અને એના ભાગરૂપે વિમાનને ક્રૅશ કરાવવાનો હતો. તેણે તપાસકર્તાઓ સમક્ષ પોતાની શહીદ થવાની ઇચ્છા કબૂલી હતી. 

નાઇજીરિયામાં મિલિટરી પ્લેન ક્રૅશ થયું, ૩૨ લોકોનાં મોત

નાઇજીરિયાના દક્ષિણ-પશ્ચિમ ઓન્ડો રાજ્યમાં સોમવારે બેનિન સિટીથી લૅગોસ જતું મિલિટરી પ્લેન ક્રૅશ થતાં પચીસ પૅસેન્જર્સ અને ૭ ક્રૂ-મેમ્બર્સ સહિત તમામ ૩૨ લોકોનાં મોત થયાં હતાં. 

dubai tel aviv international news world news saudi arabia