એક નાઇટ-ક્લબને કારણે બ્રિટનમાં મગજના તાવનો આતંક ફેલાયો

22 March, 2026 08:51 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

છેલ્લા ૧૫ દિવસમાં ૨૯ યુવાનોને જીવલેણ મેનિન્જાઇટિસ થયો, બેનાં મોત થવાથી બ્રિટનની હેલ્થ-એજન્સીઓ અલર્ટ મોડમાં

પ્રતીકાત્મક તસવીર

ઇંગ્લૅન્ડમાં મેનિન્જાઇટિસ એટલે કે મગજના તાવના કેસોમાં અચાનક થયેલા વધારાએ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને યુવાનોમાં જોવા મળી રહેલા આ રોગચાળાનો સીધો સંબંધ એક નાઇટ-ક્લબ સાથે હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં આ જીવલેણ બીમારીને કારણે બે વ્યક્તિનાં મોત થયાં છે, જ્યારે કુલ કેસોનો આંકડો ૨૯ સુધી પહોંચી ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ કેન્ટ વિસ્તારમાં આવેલી ક્લબ કેમિસ્ટ્રી આ રોગચાળાનું મુખ્ય કેન્દ્ર હોવાનું મનાય છે. સાવચેતીના ભાગરૂપે આ ક્લબને હાલમાં બંધ કરી દેવામાં આવી છે. ઇંગ્લૅન્ડની હેલ્થ સિક્યૉરિટી એજન્સીના જણાવ્યા અનુસાર ૧૯ માર્ચ સુધીમાં પ્રયોગશાળા દ્વારા ૧૮ કેસની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે અન્ય ૧૧ શંકાસ્પદ કેસની તપાસ ચાલી રહી છે. આ સંક્રમણ ‘ગ્રુપ બી  મેનિન્ગોકોકી’ નામના બૅક્ટેરિયાને કારણે ફેલાઈ રહ્યું છે. 

international news world news england healthy living health tips