27 August, 2025 10:11 AM IST | Vietnam | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મંગળવારે વિયેટનામમાં કાઝિકી વાવાઝોડાને કારણે પ્રકૃતિનું તાંડવ જોવા મળ્યું હતું. કાઝિકી આ વર્ષનું સૌથી તોફાની વાવાઝોડું હતું. ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાને પગલે વિયેટનામની રાજધાની હાનોઈના રોડ નદીમાં તબદીલ થઈ ગયા હતા. ૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૧૦ લોકો ગંભીર રીતે ઘાયલ છે. સ્થાનિક સરકારે બહાર પાડેલા રિપોર્ટમાં ૭૦૦૦ ઘરોને નુકસાન, ૨૮,૮૦૦ હેક્ટર ખેતરોનો પાક ડૂબી ગયો, ૧૮,૦૦૦ વૃક્ષો પડી ગયાં અને ૩૩૧ વીજળીના થાંભલા પડી ગયા હોવાનું જણાવાયું હતું. અનેક શહેરો અને ગામોમાં કલાકો સુધી વીજળી બંધ રહી હતી. વાવાઝોડાની તીવ્રતા શમી ગઈ છે, પરંતુ હવે ત્યાં ભારે વરસાદની શક્યતાને કારણે હજી રેડ અલર્ટ છે.