મોજતબા ખામેનેઈની ધમકી પછી ઈરાની અખબારે બહાર પાડ્યું હિટ લિસ્ટ, ટોટલ ૧૩ ટાર્ગેટ

14 July, 2026 10:53 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

મોજતબા ખામેનેઈએ ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અને પોતાના પિતા અલી ખામેનેઈના મોતનો બદલો લેવાની જાહેરાત કરી

સત્તાવાર અખબાર ‘હમશાહરી’એ એક ઇન્ફોગ્રાફિક શૅર કર્યું

મોજતબા ખામેનેઈએ ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અને પોતાના પિતા અલી ખામેનેઈના મોતનો બદલો લેવાની જાહેરાત કરી એના થોડા જ સમયમાં ઈરાનની રાજધાની તેહરાન પ્રશાસન દ્વારા પ્રકાશિત થતા સત્તાવાર અખબાર ‘હમશાહરી’એ એક ઇન્ફોગ્રાફિક શૅર કર્યું હતું. આ ઇન્ફોગ્રાફિકમાં નવા સર્વોચ્ચ નેતાના ધમકીભર્યા નિવેદનની સાથે વિશ્વના ૧૩ નેતાઓના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ઈરાન પ્રશાસનની આ હરકતથી પશ્ચિમ એશિયામાં યુદ્ધનો તનાવ વધુ વકર્યો છે અને વૈશ્વિક સ્તરે ચિંતા વ્યાપી ગઈ છે. ઇન્ફોગ્રાફિકના માધ્યમથી જે હિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ, ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની, બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર, જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ, ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉન વગેરેનો સમાવેશ છે.

international news world news mojtaba khamenei iran