વિશ્વના સૌથી મોટા ગૅસફીલ્ડ અને ઑઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પર ઍરસ્ટ્રાઇક

19 March, 2026 09:31 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

અમેરિકા-ઇઝરાયલે હવે ઈરાનને મરણતોલ ઘા મારવાનું શરૂ કર્યું

પ્રતીકાત્મક તસવીર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં હવે અમેરિકા-ઇઝરાયલ મરણિયા થયાં છે અને ઈરાનના એનર્જી ભંડારોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. ઈરાની સરકારી મીડિયાના કહેવા મુજબ દક્ષિણ ઈરાનના સાઉથ ગૅસફીલ્ડ અને અસાલુયેહ શહેરની તેલ-ગૅસ સુવિધાઓ પર ઍરસ્ટ્રાઇક થઈ છે. સાઉથ પાર્સ એ દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક ગૅસ ફીલ્ડ મનાય છે. એની સાથે પેટ્રોકેમિકલ અને ઑઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવ્યું છે. બીજી તરફ ઇઝરાયલ મીડિયાએ પણ બુશેહર ક્ષેત્રમાં ગૅસ-સુવિધાઓ પર હુમલો કર્યાની જાણકારી આપી છે, પરંતુ અમેરિકા-ઇઝરાયલે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરી.

આ હુમલા પછી કતરે પણ ઈરાનના ગૅસ ફીલ્ડ થયેલા હુમલાની નિંદા કરી હતી. જવાબમાં ઈરાને ખાડી દેશોમાં મોટા હુમલાની ચેતવણી આપી છે. ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ્સે લોકોને સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને કતરના મુખ્ય તેલ અને ગૅસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી દૂર રહેવા કહ્યું છે. 

international news world news israel iran middle east crisis united states of america