ભારત સાથેની ટ્રેડ-ડીલ આ તબક્કામાં છે ત્યારે અમેરિકાએ આપી ધમકી

28 June, 2026 12:49 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડોનલ્ડ ટ્રમ્પ જગતમાં ફરી ઝીંકશે અગાઉની ટૅરિફ. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ફરીથી દુનિયાભરમાં ટૅરિફ નાખવાની તૈયારી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ફરીથી દુનિયાભરમાં ટૅરિફ નાખવાની તૈયારી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આ મુદ્દે અમેરિકાના નાણાપ્રધાન સ્કૉટ બેસન્ટના તાજેતરના નિવેદને ફરી એક વાર ચિંતા ઊભી કરી છે. બેસન્ટના મતે યુએસ ટ્રેડ રીપ્રેઝન્ટેટિવ દ્વારા ચાલી રહેલી કલમ ૩૦૧ની તપાસ પૂર્ણ થયા પછી ટૅરિફ-દરો તેમના પાછલા સ્તર પર પાછા આવી શકે છે. આ સૂચવે છે કે ટ્રમ્પ આ વર્ષની શરૂઆતમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરાયેલા ટૅરિફને વૈકલ્પિક કાનૂની પદ્ધતિ દ્વારા ફરીથી લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છે.

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ-ડીલ અંતિમ તબક્કામાં છે ત્યારે આ નવા સમાચારથી ભારતની ચિંતામાં વધારો થયો છે. ભારતે ટ્રેડ-ડીલની વાટાઘાટો વચ્ચે કલમ ૩૦૧ પર વધુ સ્પષ્ટતા માગી છે. ભારત પર ઇન્ટરનૅશનલ ઇમર્જન્સી ઇકૉનૉમિક પાવર્સ ઍક્ટ (IEEPA) ટૅરિફ પચીસ ટકા પર નક્કી કરવામાં આવ્યો હતો અને અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ફેબ્રુઆરીમાં એને ૧૮ ટકા સુધી ઘટાડવામાં આવ્યો હતો. 

international news world news donald trump tariff united states of america