અમેરિકાના પ્રેસિડન્ટ કોરોનાગ્રસ્ત

19 July, 2024 07:11 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બાઇડનનો કોવિડ-19નો રિપોર્ટ પૉઝિટિવ આવતાં એની અસર ચૂંટણીપ્રચાર પર પડી શકે છે

જો બાઇડન

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેમણે પોતાને આઇસોલેટ કરી લીધા છે. વાઇટ હાઉસે કહ્યું કે પ્રેસિડન્ટને હળવાં લક્ષણ છે. તેઓ ડેલાવેર સ્ટેટમાં આવેલા તેમના બીચહાઉસ ગયા છે અને ત્યાંથી જ ઑફિસનું બધું કામ કરશે. બાઇડનનો કોવિડ-19નો રિપોર્ટ પૉઝિટિવ આવતાં એની અસર ચૂંટણીપ્રચાર પર પડી શકે છે. બાઇડને બન્ને વૅક્સિન અને બૂસ્ટર ડોઝ લઈ લીધાં છે.

international news joe biden united states of america