America: પૂર્વ રાષ્ટ્રપતિ Trump લૉન્ચ કરશે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ

21 October, 2021 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્લેટફૉર્મની લૉન્ચિંગ આવતા મહિના સુધી થઈ શકે છે અને રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ માટે આવતા વર્ષથી ઉપલબ્ધ થઈ જશે. મહત્વની વાત એ છે કે ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટફૉર્મ્સ ટ્રમ્પ પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં જ પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ Truth Soical લઈને આવી રહ્યા છે. બુધવારે જ તેમણે નવી કંપનીના સંબંધે જાહેરાત કરી છે. સમાચાર છે કે પ્લેટફૉર્મની લૉન્ચિંગ આવતા મહિના સુધી થઈ શકે છે અને રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ માટે આવતા વર્ષથી ઉપલબ્ધ થઈ જશે. મહત્વની વાત એ છે કે ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટફૉર્મ્સ ટ્રમ્પ પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે.

હકીકતે, ટ્રમ્પ એક નવી મીડિયા કંપનીની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું પોતાનું  સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પણ હશે. તેમનું કહેવું છે કે ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલૉજી ગ્રુપ અને આની `TRUTH Social` એપનો મુખ્ય હેતુ મોટી ટેક કંપનીઓના પ્રતિસ્પર્ધી ઊભા કરવાનો છે, જેમણે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ જો બાઇડન પર પણ નિશાનો સાધ્યો.

ટ્રમ્પે કહ્યું, "આપણે એવા વિશ્વમાં રહીએ છીએ, જ્યાં ટ્વિટર પર તાલિબાનની મોટા પાયે હાજરી છે. તેના પછી પણ તમારા ગમતાં રાષ્ટ્રપતિ ચૂપ છે." તેમણે નિવેદન આપ્યું, "આ સ્વીકાર્ય નથી." જાહેરાત પ્રમાણે, નવી કંપનીની શરૂઆત ડિજિટલ વર્લ્ડ એક્વિઝિશન કૉર્પ, સાથે વિલય દ્વારા શરૂ થઈ છે.

ટ્વિટર અને ફેસબુક પરથી પ્રતિબંધિત થયા પછી ટ્રમ્પ સતત પોતાની સોશિયલ મીડિયા સાઇટ લૉન્ચ કરવા વિશે વાત કરી રહ્યા છે. લગભગ 9 મહિના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિને સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પરથી બૅન કરી દેવામાં આવ્યા હતા. કંપનીઓએ 6 જાન્યુઆરીના વૉશિંગ્ટન ડીસીસ પાસે કેપિટલ હિલ હિંસા કેસમાં તેમની ભૂમિકાની ખબર પડતા આ પગલું લીધું હતું. નવેમ્બરમાં આયોજિત થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના બીજીવારના ઉમેદવાર રહી ચૂકેલા ટ્રમ્પને ડેમોક્રેટ અને હાલના રાષ્ટ્રપતિ જો બાઇડન સામે પરાયદનો સામનો કરવો પડ્યો હતો.

international news donald trump united states of america