01 December, 2025 07:49 AM IST | America | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ઇડાહો રાજ્યના જાણીતા ઓલ્ડ સ્ટેટ સલૂન બારે એક આશ્ચર્યજનક ઑફર કરી છે.
એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં બાર વતી લખવામાં આવ્યું છે કે જો કોઈ યુનાઇટેડ સ્ટેટ્સ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ને ઇડાહોમાં ગેરકાયદે ઇમિગ્રન્ટને ઓળખવામાં મદદ કરે છે અને તેને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં સફળ થાય છે તો તેને આખા મહિના માટે બારમાં અમર્યાદિત મફત બિઅર મળશે.
ઘણા યુઝર્સે એને ગેમ ગણાવી હતી. કેટલાકે વિજેતા જાહેર કરવાનું અને લીડરબોર્ડ બનાવવાનું સૂચન કર્યું હતું, જ્યારે કેટલાકે તો જીવનભર મફત બિઅરની માગણી પણ કરી હતી.
આ બાર અગાઉ પણ વિવાદમાં ફસાયેલો છે. ગયા વર્ષે જૂન મહિનાને આ બારે ‘હિટ્રોસેક્સ્યુઅલ અવરનેસ મન્થ’ તરીકે જાહેર કર્યો હતો. બારે જણાવ્યું હતું કે આ મહિને ફક્ત વિષમલિંગી લોકોને જ ખાસ ઑફર અથવા ડિસ્કાઉન્ટ મળશે, જેના કારણે ઘણો વિવાદ થયો હતો.
અમેરિકાના ગૃહવિભાગે આપી પ્રતિક્રિયા
યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી (DHS)ના સત્તાવાર હૅન્ડલે આ પોસ્ટને ફરીથી પોસ્ટ કરી હતી અને લખ્યું હતું ‘લવ ઇટ!’