લંડન: વિરોધ વચ્ચે કાંદા ભજીયાનો લહાવો લેતા જોવા મળ્યા પ્રદર્શનકારીઓ, જુઓ વીડિયો

14 September, 2025 06:41 PM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

"આ પોસ્ટ કરીને એ સ્પષ્ટ થાય છે કે તમે સમજી શકતા નથી કે તે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિશે છે, ઇમિગ્રન્ટ્સ વિશે નહીં. તે ઇમિગ્રન્ટ્સ સ્પષ્ટપણે કાયદેસર છે કારણ કે તેમનો વ્યવસાય છે. ગેરકાયદેસર અહીં મુખ્ય શબ્દ છે," ત્રીજા યુઝરે ટિપ્પણી કરી.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)

યુનાયટેડ કિંગડમના લંડનમાં જોરદાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. શનિવારે 100,000 થી વધુ લોકોએ મધ્ય લંડનમાં ઇંગ્લૅન્ડ અને બ્રિટનના ધ્વજ સાથે ઈમિગ્રેશનનો વિરોધ કર્યો હતો, જે તાજેતરના સમયમાં યુકેના સૌથી મોટા જમણેરી વિરોધ પ્રદર્શનોમાંનું એક બન્યું. આ દરમિયાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેણે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. આ વીડિયોમાં ટોમી રોબિન્સનના નેતૃત્વમાં લેફ્ટ વિંગ પ્રદર્શન દરમિયાન એક ઇમિગ્રેશન વિરોધી પ્રદર્શનકારી લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ, કાંદા ભજી (ડુંગડીના ભજીયા) ખરીદતો જોવા મળ્યો હતો.

"યુનાઈટ ધ કિંગડમ" માર્ચનો એક ભાગ બનેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન, લોકો "અમને અમારો દેશ પાછો જોઈએ છે" એવા નારા પણ લગાવી રહ્યા હતા. આ વીડિયોને 9.4 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા, જેમાં સોશિયલ મીડિયા યુઝર્સે તેમના દ્રષ્ટિકોણ શૅર કર્યા. કેટલાક યુઝર્સે તેને વિચિત્ર ગણાવ્યું, એક લખ્યું, "ભારતીયોનો વિરોધ કરતા પહેલા મને થોડી ભારતીય ગુડીઝ ખાવા દો." દરમિયાન, કેટલાક યુઝર્સે તેને બહુસાંસ્કૃતિકતાની પ્રશંસા તરીકે જોયું. એક યુઝરે લખ્યું, "અન્ય સંસ્કૃતિઓનો અનુભવ કરવામાં કંઈ ખોટું નથી."

"આ પોસ્ટ કરીને એ સ્પષ્ટ થાય છે કે તમે સમજી શકતા નથી કે તે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિશે છે, ઇમિગ્રન્ટ્સ વિશે નહીં. તે ઇમિગ્રન્ટ્સ સ્પષ્ટપણે કાયદેસર છે કારણ કે તેમનો વ્યવસાય છે. ગેરકાયદેસર અહીં મુખ્ય શબ્દ છે," ત્રીજા યુઝરે ટિપ્પણી કરી. મોટાભાગની ટિપ્પણીઓએ ભાર મૂક્યો કે વિરોધનું ધ્યાન સાંસ્કૃતિક આદાનપ્રદાન કરતાં ગેરકાયદેસર ઇમિગ્રેશન પર હતું.

ટૉમી રૉબિન્સન વિરોધ

લંડન મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, ‘યુનાઇટ ધ કિંગડમ’ કૂચને ‘સ્ટેન્ડ અપ ટુ રેસીઝમ’ પ્રતિ-વિરોધથી અલગ રાખવામાં આવી હતી જેમાં લગભગ 5,000 લોકો સામેલ થયા હતા. પોલીસે કહ્યું કે તેઓએ વિરોધીઓને માર્ગ પરથી ભટકતા અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ‘અસ્વીકાર્ય હિંસા’નો સામનો કરવો પડ્યો હતો. કારણ કે કેટલાક અધિકારીઓને લાત અને મુક્કાથી માંર મારવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે 26 અધિકારીઓ ઘાયલ થયા છે, જેમાં ચાર ગંભીર છે. "અમે અવ્યવસ્થામાં સામેલ લોકોની ઓળખ કરી રહ્યા છીએ, અને આગામી દિવસો અને અઠવાડિયામાં તેઓ કડક પોલીસ કાર્યવાહીનો સામનો કરશે તેવી અપેક્ષા રાખી શકાય છે," સહાયક કમિશનર મેટ ટ્વિસ્ટે જણાવ્યું.

નિવેદનમાં, સહાયક કમિશનર મેટ ટ્વિસ્ટે જણાવ્યું હતું કે હિંસામાં 26 અધિકારીઓ પણ ઘાયલ થયા હતા, જેમાંથી ચાર ગંભીર છે. 25 ધરપકડો ફક્ત શરૂઆત હતી, અને અશાંતિમાં સામેલ વધુ વ્યક્તિઓને કાયદેસરની કાર્યવાહી માટે ઓળખવામાં આવી રહી છે. "એમાં કોઈ શંકા નથી કે ઘણા લોકો વિરોધ કરવાના તેમના કાયદેસરના અધિકારનો ઉપયોગ કરવા આવ્યા હતા, પરંતુ ઘણા એવા હતા જેઓ હિંસાના ઇરાદાથી આવ્યા હતા. તેઓએ અધિકારીઓનો સામનો કર્યો, શારીરિક અને મૌખિક દુર્વ્યવહાર કર્યો અને દરેકને સુરક્ષિત રાખવા માટે ઘેરાબંધી તોડવાનો દૃઢ પ્રયાસ કર્યો," નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

indian food food news street food mumbai food london viral videos social media international news